28 January : જાણો, આજનો ઈતિહાસ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

28 January History : દેશ અને દુનિયામાં 28 જાન્યુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 28 જાન્યુઆરી (28 January History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.

આ પણ વાંચો : 28 Jan 2024 Rashifal : જાણો, કેવો રહેશે તમારો દિવસ

PIC – Social Media

28 જાન્યુઆરીનો દિવસ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબજ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે 1950માં જસ્ટિસ હીરાલાલ કાણિયાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું પદ સંભાળ્યું હતું. 28 જાન્યુઆરી, 1961ના રોજ, બેંગલુરુમાં HMT ઘડિયાળોની પ્રથમ ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી. 1962માં આ દિવસે, અમેરિકન અવકાશયાન ચંદ્ર પર પહોંચવામાં નિષ્ફળ ગયું.

28 જાન્યુઆરીનો ઇતિહાસ (28 January History) આ મુજબ છે

2013 : અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ જોન કેરીની નિમણૂક કરવામાં આવી હતી.
2000 : શ્રીલંકાનો અંડર-19 યુથ વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલમાં પરાજય થયો હતો.
1999 : ભારતમાં પ્રથમ વખત, સાચવેલ ભ્રૂણમાંથી ઘેટાંનો જન્મ થયો હતો.
1998 : ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી.
1992 : અલ્જેરિયામાં ત્રણ દાયકા સુધી સત્તામાં રહ્યા બાદ નેશનલ લિબરેશન ફ્રન્ટે રાજીનામું આપ્યું હતું.
1962 : અમેરિકન અવકાશયાન ચંદ્ર પર પહોંચવામાં નિષ્ફળ ગયું.
1961 : બેંગલુરુમાં HMT ઘડિયાળોની પ્રથમ ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી.
1950 : જસ્ટિસ હીરાલાલ કાણિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
1943 : એડોલ્ફ હિટલરે તમામ યુવાનોને સૈન્યમાં ફરજિયાત ભરતી કરવાનો આદેશ આપ્યો હતો.
1942 : લિબિયાના બેનગાઝી પર જર્મન સૈન્ય દ્વારા કબ્જો કરવામાં આવ્યો હતું.
1935 : આઇસલેન્ડ ગર્ભપાતને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ બન્યો.
1932 : જાપાની સેનાએ શાંઘાઈ (ચીન) પર કબજો કર્યો.
1909 : ક્યુબા પર અમેરિકાનું નિયંત્રણ સમાપ્ત થયું.
1887 : ફ્રાન્સની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું.
1878 : અમેરિકાના ન્યૂ હેવનમાં પ્રથમ ટેલિફોન એક્સચેન્જ બનાવવામાં આવ્યું હતું.
1846 : બ્રિટિશ સેનાએ અલીવાલના યુદ્ધમાં રણજોધ સિંહની સેનાને હરાવી.
1835 : પશ્ચિમ બંગાળમાં કલકત્તા મેડિકલ કોલેજની શરૂઆત થઈ હતી.
1813 : યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ પુસ્તક પ્રકાશિત થયું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

28 January એ જન્મેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ

1939 : ભારતીય રાજનેતા પ્રતાપ સિંહ રાણેનો જન્મ થયો હતો.
1937 : પ્લેબેક સિંગર સુમન કલ્યાણપુરનો જન્મ થયો હતો.
1930 : શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનો જન્મ થયો હતો.
1928 : દેશના અગ્રણી ભૌતિકશાસ્ત્રી રાજા રમન્નાનો જન્મ થયો હતો.
1926 : પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર અને જાણીતા ભાષાશાસ્ત્રી વિદ્યાનિવાસ મિશ્રાનો જન્મ થયો હતો.
1918 : હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઓરિસ્સા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગવત દયાલ શર્માનો જન્મ થયો હતો.
1913 : ગુજરાતી સાહિત્યકાર રાજેન્દ્ર શાહનો જન્મ થયો હતો.
1899 : પ્રથમ ભારતીય આર્મી ચીફ ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પાનો જન્મ થયો હતો.
1865 : પંજાબ કેસરી તરીકે પ્રખ્યાત અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નેતા લાલા લજપત રાયનો જન્મ પંજાબમાં થયો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

28 January એ નિર્વાણ પામેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ

2017 : ભારતીય મૂળની પ્રખ્યાત લેખિકા ભારતી મુખર્જીનું નિધન થયું હતું.
2010 : લેખક જેડી સેલિંગરનું અવસાન થયું.
2007 : પ્રખ્યાત સંગીતકાર ઓ.પી. નય્યરનું અવસાન થયું હતું.
1996 : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ દેવકાંત બરુઆનું અવસાન થયું હતું.
1939 : આઇરિશ કવિ ‘વિલિયમ બટલર યોટ્સ’નું અવસાન થયું હતું.
1984 : પ્રખ્યાત ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક સોહરાબ મોદીનું અવસાન થયું હતું.