IPL 2024નું અત્યાર સુધીનું સરવૈયુ, શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ?

ખબરી ગુજરાત રમતગમત

IPL 2024 : ઇન્ડિયન પ્રિમીયર લિગ (IPL)માં બુધવારે દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યુ. તેની સાથે જ દિલ્હીના 6 પોઈન્ટ થઈ ગયા અને ટીમ પોઇન્ટ ટેબલ પર 9માં ક્રમેથી છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે. ગુજરાતની ટીમ એક સ્ટેપ નીચે ખસકીને 7માં નંબરે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો – IAS બનેલા પવન કુમારની સંઘર્ષ ગાથા, બહેનોની મજૂરીથી પુસ્તકો ખરીદ્યા

PIC – Social Media

IPL 2024 : ઇન્ડિયન પ્રિમીયર લિગ (IPL)માં બુધવારે દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યુ. તેની સાથે જ દિલ્હીના 6 પોઈન્ટ થઈ ગયા અને ટીમ પોઇન્ટ ટેબલ પર 9માં ક્રમેથી છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે. ગુજરાતની ટીમ એક સ્ટેપ નીચે ખસકીને 7માં નંબરે પહોંચી ગઈ છે. ગુજરાતની આ મોટી હાર છે. ટીમને 7 મેચમાં આ ચોથી હાર મળી છે.

મુંબઈને ટોપ-5માં સામેલ થવાની તક

17મી સિઝનમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો સામનો પંજાબ કિંગ્સ સામે સાંજે 7.30 વાગ્યે થશે. મુંબઈ હાલ 6 મેચમાંથી 2 મેચ જીતી પોઈન્ટ ટેબલ પર 9માં નંબરે છે. પંજાબને હરાવી ટીમ 6 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબરે પહોંચી શકે છે. 35 કે તેથી વધુ રનના અંતરથી જીતવા પર ટીમ લખનઉને પાછળ છોડી 5 નંબરે પણ આવી શકે છે અને જો હારશે તો ટીમ નવમાં નંબરે જ રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પંજાબ પણ પહોંચી શકે છે ટોપ – 5માં

પંજાબ કિંગ્સ પણ 6 મેચમાંથી 2 મેચ જીતીને 4 પોઈન્ટ મેળવી શકી છે. પણ મુંબઈ કરતા રન રેટ સારો હોવાથી ટીમ 8માં નંબરે છે. આજે જો મેચ જીતે તો પંજાબ 6 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા નંબરે પહોંચી શકે. 30 કે તેથી વધુ રનના અંતરે જીતે તો પંજાબ પણ 5માં નંબરે પહોંચી શકે છે. જો ટીમ આ મેચ હારે તો તે 9માં નંબરે પહોંચી જશે.

વિરાટ પાસે છે ઓરેન્જ કેપ

17મી સિઝનમાં ટોપ રન સ્કોરરમાં આરસીબીના વિરાટ કોહલી આગળ છે. તેઓએ 7 મેચમાં 361 રન બનાવ્યા છે. ગુજરાતના શુભમન ગિલ 263 રન સાથે 5 નંબરે છે. આજે મુંબઈના રોહિત શર્મા જો 101 રન બનાવે તો તે ટોપ પર પહોંચી શકે છે.

પર્પલ કેપ પર ચહલની પકડ

દિલ્હીના ખલીલ અહેમદે બુધવારે એક વિકેટ લીધી હતી. તેની સાથે જ ટોપ વિકેટ ટેકરના લિસ્ટમાં તેઓ 3 નંબરે પહોંચી ગયા છે. તેના નામે 7 મેચમાં 10 વિકેટ છે. રાજસ્થાનના ચહલ 12 વિકેટ સાથે ટોપ પર છે. આજે મુંબઈ ઇન્ડિયન્સના જસપ્રિત બુમરાહ 3 વિકેટ ઝડપે તો પહેલા નંબર પર પહોંચી શકે છે. પંજાબના અર્શદીપ સિંહ અને રબાડા પાસે પણ 4-4 વિકેટ લઈ ટોપ પર પહોંચવાનો મોકો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સિક્સર કિંગ હેનરિક ક્લાસેન

ટુર્નામેન્ટમાં ટોપ – 5 સિક્સ હિટરમાં બુધવારના મેચ બાદ કોઈ ફેરફાર થયો નથી. SRHના હેનરિક ક્લાસેન 24 સિક્સ સાથે ટોપ પર છે. આજે MIના રોહિત શર્મા જો 10 સિક્સ ફટકારે તો પહેલા નંબરે પહોંચી શકે છે.

બાઉન્ડ્રીમાં કોહલીની બાદશાહત

17માં સિઝનમાં સૌથી વધુ ચોકા વિરાટ કોહલીએ ફટકાર્યા છે. તેના નામે 7 મેચમાં 35 ચોકા છે. 6 મેચના 20 ચોકા સાથે કેકેઆરના સુનીલ નારાયણ 2 નંબરે અને આરઆરના રિયાન પરાગ 20 ચોકા સાથે 3 નંબરે છે. જો આજે રોહિત શર્મા 8 ચોકા ફટાકરે તો આ રેસમાં તે પહેલા નંબરે પહોંચી જશે.