ગ્રેમી એવોર્ડ 2024માં ભારતીય કલાકારોનો ડંકો

ખબરી ગુજરાત મનોરંજન

Grammy Awards 2024 : ભારતીય ગાયકોએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ગ્રેમી એવોર્ડ 2024માં ભારતના ગાયક શંકર મહાદેવન અને જાકિર હૂસેનના બેન્ડ ‘શક્તિ’ને આલ્બમ ‘ધિસ મોમેન્ટ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આબ્લમનો પુરસ્કાર જીત્યો છે.

આ પણ વાંચો : જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી ધરપકડ

PIC – Social Media

Grammy Awards 2024 : ભારતે ગ્રેમી એવોર્ડ 2024માં મોટી સફળતા મેળવી છે. શંકર મહાદેવન (Shankar Mahadevan) અને ‘શક્તિ’ના (Shakti) તેમના સહ-સભ્યોએ 66મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં ભારતને ગૌરવ અપાવ્યું. જ્હોન મેકલોફલિન, ઝાકિર હુસૈન, શંકર મહાદેવન, વી. સેલ્વગણેશ અને ગણેશ રાજગોપાલનના સહયોગથી રચાયેલા બેન્ડ ‘શક્તિ’ને ‘ધીસ મોમેન્ટ’ (This Moment) આલ્બમ માટે ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આલ્બમને ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ’ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. શંકર અને તેમની ટીમના સભ્યો ગ્રેમી એવોર્ડ 2024 સ્વીકારવા હાજર હતા. આ ઈવેન્ટનો શંકર મહાદેવનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શંકર ભારતની જીત માટે આભાર માનતા જોવા મળ્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનને ગ્રેમી એવોર્ડ મળ્યો

ભારતીય ગાયક શંકર મહાદેવન અને પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈન (Zakir Hussain)ને ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ‘ધીસ મોમેન્ટ’ આલ્બમમાં કુલ 8 ગીતો છે. શંકર મહાદેવન અને ઝાકિર હુસૈને સંગીત ઉદ્યોગના સૌથી મોટા પુરસ્કારોમાંના એક ગ્રેમીમાં કમાલ કરી છે. દરમિયાન, ગ્રેમી વિજેતા રિકી કેજે કેટલાક વીડિયો અને ફોટા શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા હતા. રિકી કેજે સોશિયલ મીડિયા પર શંકર મહાદેવનનું ભાષણ પણ શેર કર્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જાણો, ભારતીય ફ્યુઝન બેન્ડ ‘શક્તિ’ વિશે

‘શક્તિ’ને તેના લેટેસ્ટ મ્યુઝિક આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ માટે 66મા ગ્રેમી એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ’ (Best Global Music Album) કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. બેન્ડે 45 વર્ષ પછી તેનું પહેલું આલ્બમ બહાર પાડ્યો. ઇંગ્લિશ ગિટારવાદક જોન મેકલોફલિને ભારતીય વાયોલિન વાદક એલ. શંકરે તબલાવાદક ઝાકિર હુસૈન અને ટી. એચ. ‘વિક્કુ’ વિનાયક્રમ સાથે ફ્યુઝન બેન્ડ ‘શક્તિ’ શરૂ કર્યું હતુ.