ભારતના બે ખતરનાક ખેલાડીઓનું હોમ ગ્રાઉન્ડ છે અમદાવાદનું સ્ટેડિયમ

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

World Cup 2023 Final, IND vs AUS : અમદાવાદમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. આ મેચ પહેલા વિશ્વભરના લોકોમાં ભારે ઉત્સાહ હોવા મળી રહ્યો છે. ખાસ તો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આજે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દરેક ક્રિકેટ ફેન્સ ભારત વર્લ્ડ કપ જિતે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

આ પણ વાંચો : World Cup Final : અમદાવાદની પિચ પર ટીમ ઈન્ડિયાનુ રિપોર્ટ કાર્ડ

વર્લ્ડ કપ 2023ની ફાઈલનમાં સૌ કોઈની નજર મોહમ્મદ શમી પર છે. સાથે જ ક્રિકેટના પ્રિન્સ એવા શુભમન ગિલ પણ આખા વર્લ્ડ કપમાં ભારે ચર્ચામાં રહ્યાં છે. ખાસ વાત તો એ છે કે આ બંને ખેલાડી ભારે ફોમમાં છે અને એમાં પણ અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ આ બંનેનું હોમ ગ્રાઉન્ડ છે.

IPLમાં અમદાવાદનું ક્રિકેટ મેદાન છે બંનેનું હોમ ગ્રાઉન્ડ

આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા આ બંને ખેલાડીઓ માટે અમદાવાદનું સ્ટેડિયમ હોમગ્રાઉન્ડ કહી શકાય. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના આ બંને ખતરનાક ખેલાડીઓ અમદાવાદના મેદાનથી ખુબ જ સારી રીતે પરિચિત છે. એટલુ જ નહિ મોહમ્મદ શમી અને શુભમન ગિલ તમામ મેચોમાં ભારે ફોર્મમાં પણ જોવા મળ્યા છે. જે ભારત માટે ખૂબ સારા સમાચાર છે.

PIC -Social media

મોહમ્મદ શમીએ મચાવ્યો છે તરખાટ

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની વાત કરીએ તો તેણે વર્લ્ડ કપી તમામ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શમીએ બે વાર પાંચ વિકેટ અને એકવાર 7 વિકેટ લીધી છે. સાથે જ શમી વર્લ્ડકપમાં 23 વિકેટ સાથે ટોપ પર છે. શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈલનમાં 7 વિકેટ ઝડપી જીતનો હીરો સાબિત થયો હતો. તો ટૂર્નામેટ દરમિયાન ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે 5 – 5 વિકેટ લઈને બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતુ.

આ પણ વાંચો : IND vs Aus Playing 11 : શું ફાઇનલમાં ભારતીય ટીમ કરશે કોઈ બદલાવ?

PIC – Social media

શુભમન ગિલ પણ છે જબદસ્ત ફોમમાં

શુભમન ગિલની વાત કરીએ તો વર્લ્ડકપની શરૂઆતમાં ડેન્ગ્યુના કારણે તે 2 મેચ રમી નહોતો શક્યો પણ ત્યાર બાદ 8 મેચમાં તેણે કુલ 350 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં તેણે 80 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.