તાઇવાન બાદ આ દેશમાં આવ્યો મોટો આંચકો, જાણો તીવ્રતા

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Japan Earthquake : તાઇવાનમાં બુધવારે (3 એપ્રિલે) આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. જબરદસ્ત આંચકાને લીધે અહીં 9 લોકોના મોત થયા છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો – ઋષભ પંતની મુશ્કેલીમાં વધારો, BCCIએ ફટકાર્યો 24 લાખનો દંડ

PIC – Social Media

Japan Earthquake : જાપાનમાં ગુરુવાર (4 એપ્રિલ)ના રોજ ભૂકંપના જબરદસ્ત આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. જાપાનના હોન્શુના પૂર્વ કિનારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તે ચીનમાં પણ અનુભવાયા છે. બુધવારે પાડોશી દેશ તાઈવાનમાં 7.5ની તીવ્રતાના જોરદાર ભૂકંપ બાદ આજે જાપાનનો વારો ચડી ગયો છે. તાઇવાનમાં આવેલા ભૂકંપના કારણે 9 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ચીન સુધી અનુભવાયા આંચકા

યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ અહેવાલ આપ્યો છે કે જાપાનના હોન્શુ ટાપુના પૂર્વ ભાગમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જાપાન ચાર મોટા ટાપુઓથી બનેલું છે, જેમાં હોક્કાઇડો, હોન્શુ, શિકોકુ અને ક્યુશુનો સમાવેશ થાય છે. ટોક્યો સહિત તમામ મોટા શહેરો હોન્શુમાં આવેલા છે. EMSC કહે છે કે ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ 32 કિમી હતી. બુધવારે જાપાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા પણ 6 આસપાસ હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગુજરાતના કચ્છમાં પણ ધરા ધ્રુજી

બીજી બાજુ ગુજરાતના કચ્છમાં પણ ગુરુવારે સવારે ભૂકંપના આચંકા અનુભવાયા છે. 9.12 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9ની માપવામાં આવી છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિમી દૂર નોંધવામાં આવ્યું છે.