World Cup Final : અમદાવાદની પિચ પર ટીમ ઈન્ડિયાનુ રિપોર્ટ કાર્ડ

ખબરી ગુજરાત રમતગમત

Jagdish, Khabri Media Gujarat

World cup Final 2023, IND vs AUS : ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં આજે સૌથી સફળ બે ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં મહાસંગ્રામમાં ટકરાશે. ઓસ્ટ્રેલિયા 5 વાર તો ભારત 2 વાર વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. આ વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીમાં સતત 10 જીત નોંધાવી છે. જો કે, ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપની શરૂઆતની બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ત્યાર બાદ ટીમે જોરદાર વાપસી કરી અને ફાઇનલમાં જગ્યા બનાવી છે.

આ પણ વાંચો : IND vs Aus Playing 11 : શું ફાઇનલમાં ભારતીય ટીમ કરશે કોઈ બદલાવ?

PIC – Social Media

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયત વિશે વાત કરીએ, તો ટીમ ઈન્ડિયાનો આ સ્ટેડિયમાં શાનદાર રેકોર્ડ છે. ટીમ ઈન્ડિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્યારેય વર્લ્ડ કપની મેચ હારી નથી. ભારતે વર્લ્ડ કપમાં 3 મેચ રમી છે. આ તમામમાં ભારતીય ટીમને જીત મળી છે.

ભારતે પોતાની સૌપ્રથમ અમદવાદમાં વર્લ્ડકપ મેચ 26 ઓક્ટોબર 1987માં ઝિમ્બાબ્વે સામે રમ્યું હતુ. ઝિમ્બાબ્વે પ્રથમ ઈનિંગમાં સાત વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 48 બોલ બચાવી મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો : World Cup Final Fever : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર બ્લુ જર્સીનો મહાસાગર

2011માં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ભારતે અમદાવાદમાં 2011 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટના નુકસાને 260 રન બનાવ્યાં હતા. જ્યારે ભારતે આ મેચમાં 5 વિકેટે જિત્યું હતુ. આ મેચમાં વિરાટ કોહલીએ 24 રનની ઈનિંગ રમી હતી. જ્યારે હાલમાં જ ભારતે આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 14 ઓક્ટોબરે 7 વિકેટથી હરાવ્યું હતુ.

રોહિત અમદાવાદમાં ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનશે

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અમદાવાદમાં કુલ 6 વન ડે મેચ રમી છે. જ્યાં તેઓએ 51.16ની એવરેજ અને 103.02ની સ્ટ્રાઇક રેટથી 307 રન બનાવ્યાં છે. રોહિત અમદાવાદમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડનો રેકોર્ડ 342 રનને તોડે તેવી શક્યતા છે. 36 રન બનાવતા જ હિટમેન આ વેન્યુમાં વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. જ્યારે વિરાટ કોહલીએ આ વેન્યુમાં કુલ 8 મેચ રમી 24ની એવરેજથી 192 રન બનાવ્યાં છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ઘણા રન થશે પણ આ બોલરો નો રહેશે દબદબો, જાણો પીચ રિપોર્ટ