ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશુ તસ્કરોએ BSF જવાનો પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. સૈનિકોએ સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી, એક બાંગ્લાદેશી પશુ

બાંગ્લાદેશી પશુ તસ્કરોનો BSF જવાનો પર પ્રાણઘાતક હુમલો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

West Bengal: ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશુ તસ્કરોએ BSF જવાનો પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. સૈનિકોએ સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી, એક બાંગ્લાદેશી પશુ તસ્કરને ઠાર કર્યો હતો. આ ઘટના પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળ આરકે વાધવા બોર્ડર પોસ્ટ પર બની હતી, જ્યાં 159મી કોર્પ્સ તૈનાત છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના BSF અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, સરહદી ચોકી આરકે વાધવાના સૈનિકો રવિવારે રાત્રે તારબંધ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન બોર્ડર રોડ પર સાત-આઠ પશુઓ સાથે 10થી 12 લોકોની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. સૈનિકે તરત જ સાથે આવેલા સંત્રીને ચેતવણી આપી. ત્યારબાદ જવાનોએ તસ્કરોને પડકાર ફેંક્યો હતો. તસ્કરોએ સૈનિકને ઘેરી લીધો અને તેના પર તીક્ષ્ણ હથિયારો અને તલવારોથી હુમલો કર્યો હતો.

ખતરાનો અહેસાસ થતાં સૈનિકે સ્વબચાવમાં તસ્કરોની દિશામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આનાથી તસ્કરો ડરી ગયા અને ધુમ્મસનો ફાયદો ઉઠાવીને બાંગ્લાદેશ તરફ ભાગી ગયા હતા. આ દરમિયાન પેટ્રોલીંગ ડ્યુટી કરી રહેલા એસીપી કમાન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંને તરફ વિસ્તારની સઘન તપાસ કરી હતી. સ્થળ પરથી બે પ્રાણીઓને જપ્ત કરવામાં આવ્યા હતા અને એક અજાણ્યો બદમાશ (જે બાંગ્લાદેશી હોવાનું જણાય છે) સ્થળ પર ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. સારવાર માટે લઇ જવામાં આવતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત બાંગ્લાદેશી પશુ તસ્કરની ઓળખ કાલુ શેખના પુત્ર રાજમી શેખ તરીકે થઈ છે. તે બાંગ્લાદેશના ચાપૈનવાબગંજ જિલ્લાનો રહેવાસી હતો. તેનું ઘર ઘટના સ્થળથી લગભગ આઠ કિલોમીટર દૂર બાંગ્લાદેશની અંદર છે.

ઉલ્લેખનીય છે કે સીમા સુરક્ષા દળના જવાનો પર ઘાતક હુમલાની આ પહેલી ઘટના નથી. બાંગ્લાદેશી દાણચોરો/બદમાશ દ્વારા પશુઓની દાણચોરી અંગે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડને વારંવાર વિરોધ પત્રો આપવા છતાં, બાંગ્લાદેશી દાણચોરો/બદમાશ ગેરકાયદેસર ઢોરની દાણચોરી કરી રહ્યા છે. તેઓ સરહદ પર BSF જવાનો પર ઘાતક હુમલાઓ કરતા રહે છે.

આ પણ વાંચો: ગોંડલમાં યોજાશે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ, આ રીતે કરી શકો છો Apply

આ વર્ષે પણ બાંગ્લાદેશી પશુઓના દાણચોરો દ્વારા BSF પર ઘાતક હુમલાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવા જ એક હુમલામાં એક સૈનિકે પોતાનો હાથ લગભગ ગુમાવી દીધો હતો અને બીજા સૈનિકે તેની આંખ ગુમાવી દીધી હતી. આ સિવાય અન્ય ઘણા જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.