ભારતને ઓફર થયું હતુ પાકિસ્તાનનું આ શહેર, નેહરુએ કર્યો અસ્વીકાર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Gwadar Offer : ઓમાનના સુલ્તાને 1956માં જવાહર નહેરુ સામે ગ્વાદર શહેર વેંચવાની ઓફર કરી હતી. પરંતુ નેહરુએ તેનો અસ્વીકાર કર્યો હતો. વર્ષ 1958માં પાકિસ્તાને 30 લાખ પાઉન્ડ્સ આપી તે શહેર ખરીદી લીધુ.

આ પણ વાંચો – પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને આપી સલાહ, જાણો શું કહ્યું

PIC – Social Media

Gwadar Offer : બલુચિસ્તાન વિસ્તારના પોર્ટ સિટી ગ્વાદરને આજના સમયનું સૌથી પૉશ શહેર માનવામાં આવે છે. ચીન અને પાકિસ્તાનના સીપીઈસી પ્રોજેક્ટનો તે મહત્વનો ભાગ છે. જો 1956માં તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ઓમાન સુલ્તાનની ઓફરનો સ્વીકાર કર્યો હોત તો ગ્વાદર શહેર આજે ભારતનો ભાગ હોત. ઘણાં નિષ્ણાંતો પંડિત જવાહરલાલ નેહરુના આ નિર્ણયને કચ્ચાતિવુ દ્વીપની જેમ મોટી ભૂલ માને છે.

ગ્વાદર પર 200 વર્ષ સુધી ઓમાનનું શાસન હતું, પરંતુ 1956માં ઓમાનના સુલતાન તેને ભારતને વેચવા માંગતા હતા અને તેણે ભારત સરકારને તેનો પ્રસ્તાવ મૂક્યો હતો. પંડિત જવાહરલાલ નેહરુએ વિવિધ કારણોને ધ્યાનમાં રાખીને તેને સ્વીકાર્યું ન હતું અને 1958માં ઓમાનના સુલતાને આ શહેર પાકિસ્તાનને વેચી દીધું હતું. રિટાયર્ડ ગુરમીત કંવલે 2016માં ‘ધ હિસ્ટોરિક બ્લન્ડર ઓફ ઈન્ડિયા નો વન ટોક્સ અબાઉટ’માં આ ઘટનાનો ઉલ્લેખ કરતા તેને પંડિત જવાહર લાલ નેહરુની મોટી ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યું કે ઓમાનના સુલતાન તરફથી આ અમૂલ્ય ભેટ ન સ્વીકારવી એ પૂર્વ વડાપ્રધાનની મોટી ભૂલ હતી.

ઓમાનના સુલતાન ભારતને ગ્વાદર કેમ વેચવા માંગતા હતા?

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય પ્રમિત પાલ ચૌધરીએ કહ્યું કે ભારત અને ઓમાન વચ્ચે સારા સંબંધો છે, તેથી આઝાદી પછી, ગ્વાદરનો વહિવટ ભારતીય વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતો હતો. ભારત સાથે સારા સંબંધોના કારણે વર્ષ 1956માં ઓમાને પંડિત જવાહરલાલ નેહરુને ગ્વાદર વેચવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો ન હતો. બે વર્ષ પછી 1958માં ઓમાને 3 મિલિયન પાઉન્ડમાં પાકિસ્તાનને આપ્યું.

ઈતિહાસકાર અઝહર અહેમદે ‘ગ્વાદરઃ અ હિસ્ટોરિક કેલિડોસ્કોપ’માં જણાવ્યું કે બ્રિટિશ સરકારના કેટલાક દસ્તાવેજોમાં એવો પણ ઉલ્લેખ છે કે ભારતના જૈન સમુદાયને પણ ગ્વાદર વેચવાની ઓફર કરવામાં આવી હતી. જૈનો ખૂબ જ શ્રીમંત સમુદાય હતા અને ઓમાનના સુલતાન માનતા હતા કે તેમની પાસેથી સારી એવી કમાણી કરી શકાય છે. જ્યારે પાકિસ્તાનને આ વાતનો હવાલો મળ્યો ત્યારે તેણે ગ્વાદર ખરીદવાના પ્રયાસો તેજ કર્યા અને તેમાં સફળતા પણ મળી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

નેહરુએ ગ્વાદરની ઓફર કેમ કર્યો અસ્વીકાર?

પંડિત જવાહર લાલ નેહરુએ ઓમાનના સુલતાનનો પ્રસ્તાવ કેમ ન સ્વીકાર્યો તેની પાછળ તે સમયના સંજોગો પણ જવાબદાર હતા. પ્રમિત પાલ ચૌધરીએ જણાવ્યું કે તત્કાલીન વિદેશ સચિવ સબીમલ દત્ત અને ભારતીય ગુપ્તચર બ્યુરો ચીફ બીએન મલિકે જવાહરલાલ નેહરુને સુલતાનની ઓફર ન સ્વીકારવાનું સૂચન કર્યું હતું. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા, તેથી તેઓ ઈચ્છતા ન હતા કે એવું કોઈ પગલું લેવામાં આવે જે સંબંધોને વધુ બગાડે. તેમનું માનવું હતું કે જો આ ઓફર સ્વીકારવામાં આવશે તો તે કોઈ કારણ વગર પાકિસ્તાનને ઉશ્કેરવા જેવું હશે. નેહરુ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા પર ભાર આપી રહ્યા હતા. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે ગ્વાદર પર કબજો મેળવીને ભારતને એ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે જે પાકિસ્તાનના પૂર્વ ભાગમાં જોવા મળ્યો હતો જે પાછળથી અલગ થઈને બાંગ્લાદેશ બની ગયો હતો.

શું છે ગ્વાદરનો ઇતિહાસ, કેવી રીતે શરૂ થયું ઓમાનનું શાસન?

ગ્વાદરના ઈતિહાસ પર નજર કરીએ તો આ શહેર પર વર્ષ 1783માં ઓમાનનું શાસન શરૂ થયું હતું. પ્રમિત પાલે જણાવ્યું કે ખાન ઓફ કલાત મીર નૂરી નાસિર ખાન બલોચે મસ્કતના પ્રિન્સ સુલતાન બિન અહેમદને ગ્વાદર ભેટમાં આપ્યું હતું. બંને સુલતાનો વચ્ચે પરસ્પર સમજૂતી થઈ કે જો રાજકુમાર ઓમાનની ગાદી પર બેસે, તો તે ગ્વાદરને પાછું કલાતના ખાનને સોંપી દેશે.

સુલતાન બિન અહેમદે અરેબિયા પર હુમલો કરવા માટે ગ્વાદર બેઝનો ઉપયોગ કર્યો હતો. 1792 માં, તેને મસ્કતની ગાદી મળી, પરંતુ તેણે ખાન અને કલાતને ગ્વાદર પરત ન કર્યું, જેના કારણે બંને વચ્ચે વિવાદ શરૂ થયો. બીજી તરફ, ભારત પર શાસન કરતી બ્રિટિશ સરકાર પણ ગ્વાદર પર કબજો કરવા માંગતી હતી. માર્ટિન બુડવર્ડે પોતાના લેખ ‘ગ્વાદરઃ ધ સુલતાન પજેશન’માં જણાવ્યું કે 1895 અને 1904માં કલાતના ખાન અને બ્રિટિશ સરકારે ગ્વાદર અંગે ઓમાનના સુલતાનને પ્રસ્તાવ મૂક્યો, પરંતુ કોઈ નિર્ણય લઈ શકાયો નહીં. ગ્વાદર 1763 થી બ્રિટિશ સરકાર હેઠળ હતું, પરંતુ તેના પર સીધું શાસન ન હતું. કલાતના ખાન વારંવાર ગ્વાદર પરત કરવાની માંગ કરી રહ્યા હતા અને ઓમાનના સુલતાન બળવાખોરો સામે લશ્કરી અને આર્થિક મદદ મેળવવા માટે ગ્વાદરને અંગ્રેજોને સોંપવાની વાત કરી રહ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે તે રજવાડાઓ વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, જે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ હતા, પરંતુ તેમના પર અંગ્રેજોનું કોઈ સીધું શાસન ન હતું. કલાત, ખારાન, લોસ બુલા અને મકરાન એ બલૂચિસ્તાનના રજવાડા હતા, જેઓ પોતાના આંતરિક નિર્ણયો લેતા હતા અને કેટલીક સંધિઓ હેઠળ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા. વિભાજન સમયે, તેઓને તેમની ઇચ્છા મુજબ ભારત અથવા પાકિસ્તાનમાં ભળી જવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.