શું ગુજરાતમાં થશે EV નિર્માતા ટેસ્લાની એન્ટ્રી?

ખબરી ગુજરાત બિઝનેસ

Tesla In India : ભારતમાં ટૂંક સમયમાં ટેસ્લા (Tesla)ની એન્ટ્રી થાય તો નવાઈ નહિ. જાન્યુઆરીમાં કંપની ગુજરાત (Gujarat)માં પોતાનો પહેલો પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા છે અને તેની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે.

આ પણ વાંચો : નિતિશ કુમારે જ રહેશે જેડીયુના સર્વેસર્વા, લલન સિંહનું રાજીનામુ

PIC – Social Media

ભારતમાં ટૂંક સમયમાં ટેસ્લાની એન્ટ્રી થાય તો નવાઈ નહિ. જાન્યુઆરીમાં કંપની ગુજરાતમાં પોતાનો પહેલો પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા છે અને તેની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ગાંધીનગરમાં થનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 દરમિયાન તેનું એલાન કરે તેવી શક્યતા છે. આ દરમિયાન કંપનીના માલિક એલન મસ્ક પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઈવી નિર્માતા કંપની પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે જમીનને લઈ વાતચીત કરી રહી છે. ટેસ્લાનો આ પ્લાન્ટ સાણંદમાં નાખવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલમાં જણાવાયું છે કે ટેસ્લા જ્યાં પ્લાન્ટ સ્થાપનાર છે ત્યાં ટાટા મોટર્સ જેવી કાર નિર્માતાઓના પ્લાન્ટ પહેલેથી જ છે. એવામાં ટેસ્લા માટે ભારતમાં વેપાર પડકારરૂપ સાબિત થઈ શકે છે. ગુજરાતમાં અન્ય ભારતીય કાર નિર્માતા જેમ કે મારુતી સુઝુકી અને એમજી મોટર્સના પણ પ્લાન્ટ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બીજી બાજુ ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે એલન મસ્ક ગુજરાત આવશે તો તેને સરકાર દ્વારા પૂરો સહિયોગ મળશે. જો કે તેને લઈ વાતચીત શરુ છે. થોડા દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. તેઓએ કહ્યું કે ગુજરાતમાં ફોર્ડ અને ટાટાના પ્લાન્ટ પણ છે. જેને રાજ્ય દ્વારા પૂર્ણ સહિયોગ મળી રહ્યો છે.

આ પણ વાંચો : તમારા વાહનોમાં પણ કાટ લાગે છે? તો કરો આ ઉપાય

મહત્વનું છે કે ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ફરી એકવાર ટેસ્લાએ ભારતમાં મોટા રોકાણને લઈ રસ દાખવ્યો છે. જો કે ભારતનાં વધુ આયાત શુલ્કના કારણે ટેસ્લાએ એક વર્ષ પહેલા ભારતમાં રોકણ ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે હવે કંપનીના વિચાર બદલાય તો નવાઇ નહિ.