રાજય સરકાર દ્વારા પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ "સેવા સેતુ કાર્યક્રમ" યોજાય છે.

Jetpur: જેતપુરમાં 10 જાન્યુઆરીએ યોજાશે સેવાસેતુ કાર્યક્રમ

ખબરી ગુજરાત ગુજરાત

Jetpur: રાજય સરકાર દ્વારા પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે. જેના નવમા તબક્કા અન્વયે તા. 10 જાન્યુઆરી, 2024ને બુધવારના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ નગરપાલિકા વિસ્તાર માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ખાખામઢી મંદિર, સારણ પુલ પાસે, અમરનગર રોડ, જેતપુર ખાતે કરવામાં આવ્યું છે. જેનો લાભ જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં. 6થી 11ના નગરજનો સવારે 9.00થી સાંજના 5.00 કલાક સુધી લઈ શકશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ કાર્યક્રમમાં સરકારના 13 જેટલા વિભાગોની વિવિધ 56 જેટલી યોજનાકીય સેવાઓ એક જ સ્થળે નગરજનોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોને તેમની અરજી તથા સંબંધિત આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વિવિધ સેવાઓનો લાભ લેવા માટે આધાર પુરાવા સાથે અરજદારે હાજર રહેવાનું રહેશે. અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે જેતપુર – નવાગઢ નગરપાલિકાની વિવિધ કચેરીનાં અધિકારીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે. જેનો લાભાર્થીઓએ લાભ લેવા વહીવટીતંત્ર વતી જેતપુર શહેર મામલતદાર વી. એન.ભારાઈએ અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતીથી અઢળક આવક રળીને કૃષિકારો માટે પ્રેરણારૂપ બનતા રાજકોટના ખેડૂત

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.