Weather Update : ફેબ્રુઆરી મહિનો લઈને આવશે માવઠુ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Weather Update : ભારતીય હવમાન વિભાગ (આઈએમડી)એ જણાવ્યું, કે રવિવારે પંજાબથી લઈ બિહાર અને હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઓરિસ્સા, ઉત્તર મધ્યપ્રદેશ અને પૂર્વોતરમાં નાગાલેન્ડ, અસમ અને મણિપુરમાં ભારે ધૂમ્મસ જોવા મળશે. તે દરમિયાન ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ પણ થશે.

આ પણ વાંચો : મુનવ્વર ફારુકી બન્યા અમીર, ટ્રોફી, કાર સિવાય આટલી મોટી રકમ મળી

PIC – Social Media

Weather Update : બે દિવસ ગરમી બાદ ધૂમ્મસના કારણે ઉત્તર ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનોનો પ્રકોપ વધ્યો છે. રવિવારે હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ઠંડી સાથે ધૂમ્મસનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ખરાબ હવામાન અને ગાઢ ધૂમ્મસના કારણે ટ્રેન અને વિમાન સંચાલન પર અસર પડી છે. હવામાન વિભાગ અનુસાર, હજુ ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ ધૂમ્મસ અને ઠંડી પડે તેવી શક્યતા છે. ત્રણ ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે રવિવારે પંજાબથી લઈ બિહાર અને હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઓડિશા, ઉત્તર મધ્યપ્રદેશ અને પૂર્વોતરના અસમ, નાગાલેન્ડ અને મણિપુરમાં ગાઢ ધૂમ્મસ છવાયો હતો. તે દરમિયાન ઉત્તર ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થયો હતો. જો કે શુક્રવાર અને શનિવારે તડકાને લીધે ઠંડીથી થોડી રાહત મળી હતી. પરંતું અચાનક હવામાનમાં બદલાવ આવ્યો છે. ઉત્તર ભારતમાં 6-9 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધવામાં આવ્યું હતુ. ચંદીગઢમાં સવારે લઘુતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતુ.

તમિલનાડુના ઊટીમાં પારો 1.3 ડિગ્રીએ પહોચ્યો

તમિલનાડુના નીલગિરી જિલ્લામાં હિલ સ્ટેશન ઊટીમાં કાશ્મીર જેવી જ સ્થિતિ છે અને લઘુતમ તાપમાન 1.3 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યુ છે. તીવ્ર ઠંડીના કારણે જનજીવન પર અસર પડી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રોહતાંગમાં યલો એલર્ટ

હિમાચલના રોહતાંગ પાસ સહિત ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા થઈ. શિમલા સહિત ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ઊંચા શિખરો પર હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન મેદાની વિસ્તારોમાં વરસાદ અને મધ્ય અને ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. 31 જાન્યુઆરીએ મધ્ય અને ઊંચા પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહીને જોતા, રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલ દુષ્કાળ તૂટવાની સંભાવના છે. ખેડૂતો અને માળીઓ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઘઉંના બીજનો પાક પીળો પડી ગયો છે. દુષ્કાળના કારણે રાજ્યમાં 30 ટકા સુધીનો પાક નાશ પામ્યો છે. લાહૌલમાં માઈનસ તાપમાનના કારણે નદીઓ અને નાળાઓમાં પાણી જામી રહ્યા છે.