રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સ્થાપિત તેમજ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી ઓ.વી. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા

લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે શુક્ર-ચંદ્ર યુતિનું અધ્યતન ટેલિસ્કોપ દ્વારા નિદર્શન કરાશે

ખબરી ગુજરાત ગુજરાત

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સ્થાપિત તેમજ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી ઓ.વી. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા તા. 10 ડિસેમ્બર રવિવારના રોજ વહેલી સવારે 6.15થી 7.15 દરમ્યાન ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર-શુક્રની યુતિનું નિદર્શન જાહેર જનતાને કરવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ નિદર્શન લોક વિજ્ઞાન કેન્દ્ર સામે, આર્ટ ગેલેરી નજીક, રેસકોર્ષ ખાતે કરવામાં આવશે. કલબના વિશાળ ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર પરના ઉલ્કા-ગર્તો તેમજ શુક્રની કળા સ્પષ્ટ જોઈ શકાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શુક્રના આઠમના ચંદ્ર જેવી કળામાં ટેલિસ્કોપ દ્વારા નિશુલ્ક જોવા વિજ્ઞાન અને ખગોળ પ્રેમીઓને અનુરોધ કરાયો છે. તેમ લોકવિજ્ઞાન કેન્દ્રના ડિરેક્ટર ડો. આર.જે.ભાયાણીની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: અંદાજિત રૂ. 90 હજારની કિંમતના મોબાઇલ ફોન શોધી કાઢતી થોરાળા પોલીસ

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.