સલમાન ફાયરિંગ કેસમાં આરોપીઓની ભૂજમાંથી ધરપકડ

ખબરી ગુજરાત મનોરંજન

Salman Firing Case : અભિનેતા સલમાન ખાનના ઘરની બાહર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે બંને આરોપીઓની ભૂજમાંથી ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો – સલમાન ખાનના ઘરની બાહર ફાયરિંગ કરનાર કોણ છે? થયો મોટો ખુલાસો

PIC – Social Media

Salman Firing Case : બોલિવુડ અભિનેતા સલમાન ખાનના ઘરની બાહર બે બાઇક સવારોએ ફાયરિંગ કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. બનાવના થોડા જ કલાકોમાં ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી. એટલુ જ નહિ ફેસબુક પોસ્ટમાં તેઓએ કહ્યું કે આ તો માત્ર ટેલર છે. મુંબઈમાં ફાયરિંગ બાદ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આખરે ફાયરિંગ કરનાર આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મળી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભૂજમાંથી ઝડપાયા હુમલાખોર

સલમાન ખાનના ઘર બાહર ફાયરિંગ કરનાર બંને આરોપી ભૂજમાંથી ઝડપાયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તરફથી પુષ્ટિ કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે બંને આરોપીઓની ભુજમાંથી માતાના મઢ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિકી ગુપ્તા, સૂરજ પાલ નામના બંને આરોપીઓ ગુજરાતમાંથી ઝડપીને તેમને મુંબઈ લઇ જવામાં આવી રહ્યા છે.

ઘટનાને અંજામ આપતા પહેલા એક મહિનો રેકી કરી

સલમાન ખાનના ઘર બાહર ફાયરિંગને અંજામ આપતા પહેલા બંને મુંબઇ નજીક પનવેલ વિસ્તારમાં એક સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી ભાડાના મકાનમાં રહેતા હતા. આ બંનેએ બોલીવુડ સ્ટાર સલમાન ખાનના ઘરે રેકી કરી અને ત્યાર બાદ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો. બંને આરોપીની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે રાતે ભૂજથી ધરપકડ કરી છે. જણાવાઈ રહ્યું છે કે આરોપીઓ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના રહેવાસી છે. તેઓને આગળની કાર્યવાહી માટે મંબઈ લઇ લાવવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મુંબઇમાં જ બાઇક છોડી ભાગી છૂટ્યા

તપાસમાં અધિકારઓને જાણવા મળ્યુ કે હુમલાખોરો ફાયરિંગ બાદ બાઇક સલમાનના ઘરથી આશરે 1 કિમી દૂર માઉન્ટ મેરી ગિરજાઘાટ પાસે મુકી દીધી હતી. ત્યાથી તેઓએ પગપાળા થોડુ અંતર કાપ્યુ અને બાંદ્રા રેલવે સ્ટેશન માટે એક ઓટો રિક્ષા કરી. આરોપી બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચડ્યા પણ સાંતક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરી ગયા અને ત્યાંથી બાહર નીકળી ગયા. ત્યાર બાદ તે મુંબઈથી ફરાર થઈ ગુજરાતના ભૂજમાં આવીને સંતાય ગયા હતા.