Uttarakhand Tunnel Collapse : 48 કલાકથી મોત સામે ઝઝુમી રહી છે 40 જિંદગી

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Guajrat

Uttarakhand Tunnel Collapse : રવિવારે ઘટેલી ટનલ દુર્ઘટનામાં આશરે 40 મજૂરો ફસાયા છે. તેને બચાવવા રેસ્ક્યુ ટીમ સતત પ્રયાસ કરી રહી છે. હાલ તમામ મજૂરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને 48 કલાક પસાર થઈ ચૂક્યા છે. હાલ તેઓને બહાર કાઢવા 900 મિમીનો સ્ટીલનો પાઇપ નાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : RashiFal 14 November 2023 : જાણો કેવો રહેશે આપનો દિવસ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધિન સુરંગમાં થયેલા ભૂસ્ખલનથી 40 જેટલા મજૂરો ફસાય ગયા છે. મજૂરોને બચાવવા માટે 3 દિવસથી સતત બચાવકાર્ય ચાલુ છે. હવે અધિકારીઓએ ઓગન ડ્રિલિંગ મશીન બોલાવી છે. જે માટીમાં 900 મિમી સ્ટીલ પાઇપ લગાવશે. આ પાઈપ ફસાયેલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે માર્ગ બનાવશે. ઘટના સ્થળે 900 મિમી વ્યાસનો પાઇપ પહોંચી ગયા છે. ઓગર ડ્રિલિંગ મશીન માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.

ઉપરથી સતત માટી પડવાથી ઢીલી માટી રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ પેદા કરી રહી છે. તેને લઈને જ પાઈપ નાખવામાં આવી રહ્યો છે. જેથી ધસતી માટીને રોકી શકાય અને ફસાયેલા લોકો સુધી પહોંચી શકાય. મશીન દ્વારા ખોદાણ કરી પાઈપ નાખવાનો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કામમાં વધુ 24 કલાકનો સમય લાગી શકે છે.

અહીં ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી રંજીત કુમાર સિન્હાએ જણાવ્યું હતુ કે ફસાયેલા મજૂરોને મંગળવાર રાત કે બુધવાર સુધી બચાવી લેવાશે. તેઓએ જણાવ્યું કે, અત્યાર સુધી આશરે 15 થી 20 મીટર માટી દૂરક કરવામાં આવી છે અને હજુ પણ આ કામ શરૂ છે. અમે માટીના ઢગલામાં સુરંગ કરી સ્ટીલનો પાઇપ નાખવાની યોજના બનાવી રહ્યાં છીએ. અમને આશા છે કે મંગળવાર કે બુધવાર સુધીમાં ફસાયેલા લોકોને બચાવી લેવાશે.

આ પણ વાંચો : ખંડણીખોરોનાં સકંજામાંથી અપહ્યુત બાળાને સલામત રીતે મુક્ત કરાવતી નવસારી પોલીસ

આપને જણાવી દઈએ, કે રવિવારે બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલક્યારાથી ડંડાલગાંવની વચ્ચે નિર્માણાધિન સુરંગમાં થયેલી દુર્ઘટનામાં આશરે 40 લોકો અંદર ફસાયા છે. જેને કાઢવા માટે રેસ્ક્યુ ટીમ સતત પ્રયાસ કરી રહી છે.