મુજફ્ફરનગરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોના મોત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ભયંકર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે. ટ્રકની ટક્કરથી કારનું પડીકુ વળી ગયું હતુ. અકસ્માત બાદ રોડ રક્તરંજિત થઈ ગયો હતો. આ ઘટના છપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રામપુર ચોકડીની છે.

આ પણ વાંચો : Uttarakhand Tunnel Collapse : 48 કલાકથી મોત સામે ઝઝુમી રહી છે 40 જિંદગી

PIC – Social Media

મળતી માહિતી અનુસાર, મંગળવારે કારમાં સવાર તમામ લોકો દિલ્હીથી હરિદ્વાર જઈ રહ્યાં હતા. ત્યારે છપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નેશનલ હાઇવે નં. 58 પર કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારના ફૂરચા ઉડી ગયા હતા. કારમાં સવાર તમામ 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

ઘટના અંગે જાણ થતા અધિકારીઓ પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ મૃતદેહોને કારમાંથી કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

મંગળવારે સવારે 4 વાગ્યે દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. 22 ટાયર વાળો ટ્રક હાઇવે પર જઈ રહ્યો હતો. તે દરમિયાન છપાર પાસે દિલ્હી નંબર સિરીઝની કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. દુર્ઘટના બાદ હાઇવે પર મોતની ચીચયારિઓ ગુંજી ઉઠી હતી. કારમાં ડ્રાઇવર સહિત 6 લોકો સવાર હતા.

આ પણ વાંચો : RashiFal 14 November 2023 : જાણો કેવો રહેશે આપનો દિવસ

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ક્રેનની મદદથી ગાડીને ટ્રક નીચેથી બહાર કાઢી હતી. તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. જ્યાં તબીબે તમામ 6 લોકોને મૃત જાહેર કર્યા હતા. હાલ તો પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

ઓવર સ્પીડના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. મૃતક શાહદરા (દિલ્હી)ના રહેવાસી છે અને તમામ એકબીજાના મિત્રો છે. દુર્ઘટનાની જાણ થતા જ ઘરના લોકો માથે આભ તૂટી પડ્યું હતુ.