શેર બજારમાં રૂપિયાનો વરસાદ, આ કંપનીમાં રોકણ કરનારને ચાંદી-ચાંદી

ખબરી ગુજરાત બિઝનેસ

Jagdish, Khabri Media Gujarat :

શેર બજાર (Share Market)માં બે અઠવાડિયા બાદ આખરે ગત અઠવાડિયું રોકાણકારો માટે શાનદાર સાબિત થયું છે. બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સની ટોપ 10માંથી 9 કંપનિઓની માર્કેટ કેપિટલાઇજેશનમાં ઉછાળો આવ્યો છે. જેમાં સૌથી વધુ ફાયદો મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રોકાણકારોને થયો છે. ભારતની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ પણ પોતાના રોકાણકારોને બમ્પર કમાણી કરાવી આપી છે.

આ પણ વાંચો : Banaskantha : સુરત બાદ બનાસકાંઠામાં સામુહિક આપઘાત

PIC – Social Media

ગત અઠવાડિયે બીએસઈ સેન્સેક્સમાં 580.98 અંક અટલે કે 0.91 ટકાનો વધારો નોંધાયો અને ફાયદામાં રહેલી 9 કંપનીઓએ પોતાના માર્કેટ કેપિટલાઇજેશનમાં સંયુક્ત રીતે રૂપિયા 97,463.46 કરોડ રૂપિયા મેળવ્યા. તે દરમિયાન સેન્સેક્સની ચાર કંપનીઓનું માર્કેટ કેપિટલાઈજેશન 10 થી 30 હજાર કરોડ રૂપિયા સુધી વધ્યું. જ્યારે બજાજ ફાઇનાન્સ એકમાત્ર એવી કંપની હતી, જેના રોકાણકારોને નુકસાન થયું હતુ.

આ પણ વાંચો : આજના દિવસે ભારતે લોન્ચ કર્યું હતું તેનું પ્રથમ Mission Mangalyaan, જાણો વિગતવાર

શેર બજારમાં એક જ અઠવાડિયાના વેપાર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રિજ લિમિટેડની બજાર વેલ્યું ઉછળીને 15,68,995.24 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. કંપનીના રોકાણકારોની સંપતિમાં 36,399.36 કરોડ રૂપિયાનો વધારો થયો છે. રિલાયન્સ બાદ કમાણીના મામલે બીજી સૌથી મોટી કંપની ભારતીય સ્ટેટ બેન્ક રહી હતી. જેની માર્કેટ કેપ 15,305.71 કરોડ રૂપિયાથી વધીને 5,15,976.44 કરોડ રૂપિયા થઈ હતી.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.