RashiFal 14 November 2023 : જાણો કેવો રહેશે આપનો દિવસ

ખબરી ગુજરાત ધર્મ

Jagdish, Khabri Media Gujarat

RashiFal 14 November 2023 : આજે તમારુ રાશિફળ કેવું હશે. કઈ રાશિના જાતકોએ આજના દિવસે સાવધાની રાખવાની જરૂર છે અને કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય કિરણ જોશી પાસેથી જાણો રાશિ અનુસાર આજે આપનો દિવસ કેવો રહેશે.

આ પણ વાંચો : ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી તેમના જન્મસ્થળ પર બિરાજશે

મેષ રાશિ : મેષ રાશિના લોકોની પ્રતિભા અને સૌમ્ય વ્યવહાર કાર્યસ્થળ પર લોકોને આકર્ષિત કરનારું રહેશે. વેપારી માટે આજનો દિવસ માનસિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આપના ઈચ્છા પૂર્ણ થશે. આપની આવકમાં વધારો થતા તમે તમારા પરિવારોની જરૂરિયાતોની પૂર્તિ કરી શકશો. આ રાશિના જાતકો વગર વિચારે કામમાં આગળ ના વધો. નહિતો તો તેમાં ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે.

વૃષિક રાશિ : વૃષિક રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે અને તમારી ઈચ્છાઓ સફળ થશે. કોઈ સ્થળે પ્રવાસની યોજના બની શકે છે. કાયદાકીય વિવાદોમાં સફળતા મળે. સ્થાન પરિવર્તનની યોજના પૂરી થશે અને સફળતા મળશે. પરેશાનીઓ છત્તા પરાક્રમમાં વધારો થશે. પરિવારમાં શાનદાર માહોલ રહેશે અને કાર્યમાં પણ અનુકુળ વાતાવરણ બનશે.

મિથુન રાશિ : આ રાશિના જાતકો આજે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે. સૂવાની રીત સુધારવી, ખર્ચ પર નિયંત્રણ રાખવું. આજે આપને સફળતા મળશે પણ ઓફિસની સમસ્યા આપને પરેશાન કરશે. બેરોજગાર લોકોને સારી રોજગારી મળી શકે છે. જીવનસાથી તરફથી વધુ સારો અનુભવ થાય.

કર્ક રાશિ : આજે સ્વાસ્થ્ય સારુ રહેશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. વાહનની તેમજ મિલકતની ખરીદીમાં સમસ્યા આવી શકે છે. વ્યવસાય લગભગ ઠીકઠાક રહેશે. તમારા સંતાનોની સ્થિતિમાં સુધારો થશે. જેનાથી તમારુ મન પ્રસન્ન રહેશે. પ્રેમ તેમજ સંતાનોનો ભરપૂર સાથ મળશે. આજે તમારા ગુસ્સા પર અંકુશ રાખવો.

સિંહ રાશિ : આજે સ્વાસ્થ્ય સારુ રહેશે. પરંતુ વધારે પડતુ વિચારવાથી બચવું. ગાઇડન્સ કાર્ડ શુભચિંતકોથી સલાહ લઈને આગળ વધવાનો સંકેત આપી રહ્યાં છે. આજનો દિવસ વેપાર કામમાં સારુ પરિણામ દર્શાવનારો છે અને આજે આપને મન અનુસાર પરિણામ મળશે. દરેક કામમાં તમારુ મન લાગશે. તેમજ આપને તમારા ભાગ્યનો સાથ મળશે. બિલ્ડર્સ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી જોડાયેલા વેપારીઓને લાભ થશે.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકોએ આજના દિવસે દરેક કામ કરતી વખતે સાવધાની રાખવી. તેમજ સંયમ રાખવો જરૂર છે. ઝઘડાની સ્થિતિ ન આવે તેનું ધ્યાન રાખવું. કોઈ શુભ કાર્યમાં ખર્ચ થઈ શકે છે. દરેક અનુભવને ધ્યાનમાં રાખી જીવનને સંતુલિત બનાવી રાખો. આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો વિચારીને કામમાં બદલાવ લાવે. પાર્ટનર દ્વારા કહેવામાં આવેલી વાતને સમજવાનો પ્રયાસ કરવો.

તુલા રાશિ : તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક છે. આજે ભાગ્ય સાથ આપશે. કાર્ય-વ્યવહાર સંબંધિ તમામ વિવાદનો આજે ઉકેલ આવી શકશે. આજે આપને કોઈ નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે. આજના દિવસ તમારા માટે અનુકુળ રહેશે. તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે. કાર્યક્ષેત્રમાં તમને તમારી યોગ્યતા પ્રમાણે કામ મળશે. તમારા જીવનસાથીની સલાહનો અમલ કરવો.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસે આર્થિક બાબતે સારો રહેશે. ધન લાભના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આખો દિવસ લાભની તક મળશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમામ કાર્ય કોઈ પણ અવરોધ વગર પૂર્ણ થશે. નોકરી કે વેપારમાં નવિનતા લાવી શકો તો લાભ થશે.

ધનુ રાશિ : ધનુ રાશિના જે લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તે એક્ટિવ રહે, ગ્રહોની સ્થિતિ તમને ઘણાં લાભ અપાવી શકે છે. વેપારીઓની આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ખોટા લોકોથી બચીને રહેવું. ઘરમાં વિવાદની શક્યતા રહે. મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સાથે મળીને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરવો. દિનચર્યામાં પોતાની પસંદગીની રમતને સામેલ કરો. જેથી સ્વાસ્થ્ય સારુ રહે.

મકર રાશિ : મકર રાશિના લોકોને સહકર્મી સાથે તાલમેલ ન હોવાના કારણે ઓફિસનું વધારે કામ કરવુ પડે તેવી શક્યા છે. વેપારની દ્રષ્ટિએ દિવસ ઘણો લાભદાયક રહેશે. પરંતું મધ્યાહને ખાણી પીણીના વેપાર સાથે સંકળાયેલા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. યુવાઓને વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું જોઈએ.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકો સહયોગિઓ સાથે વાતચીત કરતી વખતે વિનમ્રતા રાખવી. વેપારી વર્ગ રૂપિયાનો વહીવટ ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા જ કરવો. ઘરમાં જો તમે નાના છો તો પરિવારના વિવાદમાં બોલવાથી બચવું જોઈએ.

મીન રાશિ : મીન રાશિના જે લોકો વ્યવસાયે શિક્ષક છે, તેઓએ આજીવિકા માટે નવા માર્ગો શોધવા પડશે. વેપારી વર્ગના લોકોએ એક વાતનું ધ્યાન રાખવુ, કોઈ પણ મહિલા ગ્રાહક સાથે વિવાદ ન કરવો, ગ્રહોની સ્થિતિ જોતા યુવાઓને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. આ સમયે કામ વગર બહાર આવવું તમારા યોગ્ય નથી. નવું મકાન, દુકાન વગેરે ખરીદીમાં તમારુ સપનું પૂર્ણ થઈ શકે છે. જે લોકો વિદેશ જવાની યોજના બનાવી રહ્યાં છે તેઓને પણ આજે કોઈ સારો મોકો મળી શકે છે.