સુરંગ દુર્ઘટના : મજુરો સિલક્યારામાં પરત કામે આવવા નથી રાજી

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Uttarkashi tunnel collapsed : સિલક્યારા ટનલમાં ફસાયેલા 41માંથી અડધાથી વધુ કામદારો ફરી કામ પર પાછા ફરવા તૈયાર નથી. જો કે, 16 મજુરો ટનલમાં કામ પર પાછા આવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : આજે ગુજરાતનું બજેટ, નાણાં મંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ

PIC – Social Media

એક વેબ મીડિયાના અહેલવામાં જણાવાયું છે કે 25 શ્રમિકોએ સિલક્યારા પરત આવવા માટે સ્પષ્ટ રીતે ઇનકાર કરી દીધો છે. જ્યારે 16 મજુરો સુરંગમાં કામ કરવા માટે બીજીવાર રાજી થયા છે. તેમાંથી 10 મજુરો સુરંગનું નિર્માણકર્તા કંપની નવયુગ એન્જિનીયરિંગમાં રિજિસ્ટર્ડ છે. જે મજુરો આવવા નથી, માંગતા તેમાંથી કેટલાકે બીજી જગ્યાએ કામ શરૂ કરી દીધુ છે. જ્યારે બીજી બાજુ આ અનુભવી શ્રમિકોએ કામ કરવાનો ઇનકાર કરી દેતા કંપનીની મુશ્કેલી વધી છે. કંપનીના અધિકારીઓ પણ શ્રમિકોને સતત મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મીડિયા સાથેની વાતચીતમાં રાજુ નામના શ્રમિકે કહ્યું, કે તેઓ હવે સિલક્યારામાં કામ નથી કરવા માંગતા તે પોતાના જ રાજ્યમાં રોજગારી શોધી રહ્યાં છે. રાજુની જેમ રાંચીના ચંકુ બેદિયા, શ્રવણ બેદિયા અને બંધન બેદિયા પણ સુરંગ અંદર જીંદગીની જંગ જીતીને બહાર આવ્યાં હતા. તેઓ પણ આ ભયાનક ઘટના બાદ સિલક્યારામાં કામ કરવા માંગતા નથી. તેઓ રાંચમાં જ કામ શોધી રહ્યાં છે. તેના પરિવારજનોએ અન્ય જગ્યાએ કામે જવા માટે ઇનકાર કરી દીધો છે.

ચંકુ બેદિયાએ જણાવ્યું કે કંપનીએ સહાય રકમનો ચેક આપ્યો હતો. તેના રૂપિયા પણ તેના ખાતા પહોંચ્યા નથી. બિહારના મુજફ્ફરપુર નિવાસી દિપક કુમાર પણ સિલક્યારા દુર્ઘટના બાદ ભય હેઠળ જીવન જીવી રહ્યાં છે. તેના પરિવારજનો પણ નથી ઇચ્છા તે તેઓ ફરી સિલક્યારામાં કામ કરે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે, કે 12 નવેમ્બર, 2023 ના રોજ, ઉત્તરકાશીથી લગભગ 50 કિમી દૂર સિલ્ક્યારામાં નિર્માણાધીન ચારધામ ઓલ વેધર રોડ પ્રોજેક્ટની ટનલમાં ભૂસ્ખલન થયું હતું. જેના કારણે સુરંગની અંદર 41 કામદારો ફસાયા ગયા હતા. ત્યાર બાદ સઘન રેસ્ક્યુ ઓપરેશન દ્વારા લાંબા સમય બાદ તેઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતા.