પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર થયો પથ્થરમારો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Violence in Ramnavmi : વિપક્ષ નેતા સર્વેન્દુ અધિકારીએ કહ્યું કે રામનવમીની શોભાયાત્રા કાઢવા માટે તંત્રની મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ શક્તિપુર, બેલડાંગા, મુર્શિદાબાદમાં ઉપદ્રવીઓએ શોભાયાત્રા પર હુમલો કર્યો હતો. અજીબ વાત છે કે, મમતા પોલીસ આ ભયાનક હુમલામાં ઉપદ્રવીઓ સાથે સામેલ થઈ ગઈ.

આ પણ વાંચો – ગુજરાતમાં સુરજ દેવતાનો પારો ચડ્યો, આ શહેરમાં સૌથી વધુ તાપમાન

PIC – Socail Media

Violence in Ramnavmi : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બુધવારે રામનવમીની શોભાયાત્રામાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં ઘણાં લોકો ઘાયલ થયાનું જાણવા મળ્યું છે. બુધવારે સાંજે શક્તિપુરમાં બનેલી આ ઘટનામાં રામનવમીના પ્રસંગે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે લોકો પોતાની છત્તો પરથી શોભાયાત્રા પર પથ્થર ફેંકી રહ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

હિંસાના કારણે વધતા તણાવને જોતા ભીડને છુટી પાડવા માટે પોલીસને લાઠી ચાર્જ કરવો પડ્યો અને ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પોલીસે કહ્યું કે હાલ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં વધારાની ટીમ તહેનાત કરવામાં આવી છે. ઘાયલ લોકોને બહરામપુરના મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજેપી દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે કે રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળના વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, રામનવમી પર શોભાયાત્રા કાઢવા માટે તંત્રની મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ શક્તિપુર, બેલડાંગા, મુર્શિદાબાદમાં ઉપદ્રવીઓએ શોભાયાત્રા પર હુમલો કરી દીધો. અજીબ વાત છે કે આ વખતે મમતા પોલીસ આ ભયાનક હુમલામાં ઉપદ્રવીઓની સાથે સામેલ થઈ ગઈ હતી. તેઓએ કહ્યું કે, પોલીસે ટિયર ગેસ છોડ્યા જેથી શોભાયાત્રા અચાનક પૂરી થઈ જાય. રામ ભક્તો પર નિશાન સાધવામાં આવ્યા. બહરામપુરના સાંસદ અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે સાંજે આ વિસ્તારની મુલાકાત લીધી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તેઓએ કહ્યું કે હું માલદાની હિંસામાં ઘાયલ લોકોને જોવા માટે આવ્યો હતો. પરંતુ ભાજપ કાર્યકર્તાએ હોસ્પિટલમાં દાવો કરતા વિરોધ પ્રદર્શન કર્યું કે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યાં છે અને મારી પાસે જવાબ માંગી રહ્યાં છે. વિરોધ કરનાર લોકોએ એ લોકોને પૂછવુ જોઈએ જેને જવાબ આપવાની જરૂર છે. તેઓએ કહ્યું કે, આ હિંસા એક આયોજિત કાવતરાના ભાગ રૂપે ભડકાવાઈ છે અને ભાજપનો વિરોધ તે સાબિત કરે છે. મે ચુંટણી પંચ સાથે વાત કરી છે. શક્તિપરુમાં વધારાની ટીમો મોકલવામાં આવી છે. એસપી ઘટના સ્થળે હાજર છે.