PM Modiએ કર્યું ‘સુરત ડાયમંડ બોર્સ’નું ઉદ્ઘાટન, જાણો શું છે ખાસિયત?

ખબરી ગુજરાત બિઝનેસ રાષ્ટ્રીય

Surat Diamond Bourse : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 17મી ડિસેમ્બરે ગુજરાતમાં બનેલા સુરત ડાયમંડ બોર્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ એકબીજા સાથે જોડાયેલી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ છે. આજને જાણીને નવાઈ લાગશે કે તે યુએસ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન કરતા પણ મોટી છે. ડાયમંડ બોર્સમાં 4500 થી વધુ ઓફિસો છે. ડાયમંડ બોર્સના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું અને રોડ શો પણ કર્યો હતો.

આ પણ વાંચો : મહિલાઓની આત્મનિર્ભરતા રંગ લાવી, નાની શરૂઆત બની બ્રાન્ડ

PIC – Social Media

સુરત ડાયમંડ બોર્સને તૈયાર કરવા માટે આશરે રૂ. 3,500 કરોડનો ખર્ચ થયો છે. બિલ્ડિંગનું બાંધકામ ફેબ્રુઆરી 2015માં શરૂ થયું હતું અને એપ્રિલ 2022માં પૂર્ણ થયું હતું. ડાયમંડ બુર્સની સ્થાપના સુરતના હીરા ઉદ્યોગ દ્વારા ઉત્પાદન અને વેપાર બંને માટે વન-સ્ટોપ હબ તરીકે કરવામાં આવી છે. સુરત વિશ્વના 92% કુદરતી હીરાનું ઉત્પાદન કરે છે.

બિલ્ડિંગના નામે છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

સુરત ડાયમંડ બોર્સનું નામ આ વર્ષે ઓગસ્ટમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. સુરત ડાયમંડ બોર્સ બિલ્ડીંગ 35.54 એકરમાં ફેલાયેલી છે. તેનો બાંધકામ વિસ્તાર 67 લાખ ચોરસ ફૂટ છે. આ પહેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલનો રેકોર્ડ અમેરિકાના પેન્ટાગોન પાસે હતો. પેન્ટાગોનનો બિલ્ટ અપ એરિયા 65 લાખ ચોરસ ફૂટ છે. આમ સુરત ડાયમંડ બોર્સ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બની ગઈ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

સુરતમાં બનેલા આ મેગાસ્ટ્રક્ચરમાં 9 ગ્રાઉન્ડ ટાવર અને 15 માળ છે. નવ લંબચોરસ ટાવર્સ કેન્દ્રિય કરોડરજ્જુ દ્વારા જોડાયેલા છે. તેની પાસે 300 ચોરસ ફૂટથી 1 લાખ ચોરસ ફૂટ સુધીની 4,500 ઓફિસ સ્પેસ છે. ઈમારતને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) તરફથી પ્લેટિનમ રેન્કિંગ મળ્યું છે.

ઓફિસો ઉપરાંત, ડાયમંડ બોર્સ કેમ્પસમાં સેફ ડિપોઝીટ વોલ્ટ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપર્પઝ હોલ, રેસ્ટોરાં, બેંકો, કસ્ટમ ક્લિયરન્સ હાઉસ, કન્વેન્શન સેન્ટર, પ્રદર્શન કેન્દ્રો, તાલીમ કેન્દ્રો, મનોરંજન વિસ્તારો અને ક્લબ જેવી સુવિધાઓ છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઘણી ડાયમંડ ટ્રેડિંગ કંપનીઓએ અહીં તેમની ઓફિસ શરૂ કરી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

જાણો, કોણે બનાવી બિલ્ડીંગની ડિઝાઈન?

આ બિલ્ડિંગની ડિઝાઈન દિલ્હી સ્થિત આર્કિટેક્ટ સોનાલી અને મનિત રસ્તોગી અને તેમની ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા બનાવવામાં આવી છે. મનિત રસ્તોગીએ બિલ્ડીંગના સ્ટ્રક્ચર અને તેને બનાવવાના પડકાર પર કહ્યું – બિલ્ડિંગ બનાવવાનો સૌથી મોટો પડકાર એ હતો કે બિલ્ડિંગ કેવી રીતે ડિઝાઇન કરવી જેમાં લગભગ 65,000 લોકો આવી શકે.

આ બિલ્ડિંગ હાઇ સિક્યુરિટી જોન પણ છે. તેના તમામ રહેવાસીઓ એક જ સમયે બિલ્ડિંગની અંદર અને બહાર આવી શકે છે. તેથી જ કરોડરજ્જુના આકારની ઇમારત બનાવવામાં આવી છે. કરોડરજ્જુ નાના હાડકાંની શ્રેણીથી બનેલી હોય છે જેને વર્ટીબ્રે કહેવાય છે. તેવી જ રીતે આ ઈમારત પણ એકબીજા સાથે જોડાયેલ છે.

PIC – Social Media

સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું પણ કર્યું ઉદ્ધાટન

સુરતમાં ડાયંમડ બોર્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં રોડ શો કર્યો હતો સાથે જ સુરતના ઈન્ટરનેશન એરપોર્ટ પર નિર્માણ પામેલા ટર્નિલનું ઉદ્ધાયન કર્યું હતુ. સુરત હવાઈમથક હાલમાં 14 રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ 252 થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તા. 15મીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે, જેના કારણે સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડીંગથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે.

પીક અવર્સમાં 1800 મુસફરોને સેવા આપવા સક્ષમ

એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સિ ટ્રેકનું બાંધકામ કરવામાં છે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. એરપોર્ટમાં મુસાફરો માટે 20 ચેક-ઈન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર, 500 કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરો અને વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.

આ પણ વાંચો : 17 December : જાણો, આજનો ઈતિહાસ

સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં 8474 ચોરસ મીટર છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરાયું છે, જે કુલ 17,047 ચોરસ મીટર છે. જેથી 17મીએ વડાપ્રધાનશ્રીના હસ્તે વિસ્તૃત ભાગ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25,520 ચો.મી. થઈ જશે.