આ રાજ્યમાં ITI પાસ લઈ શકશે ગ્રેજ્યુએશનમાં એડમિશન

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

College Admission : જો તમે આઈટીઆઈ પાસ કર્યું હોય અને આગળ ભણવા માટે ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે છે. જી હા હવે અહીં આઈટીઆઈ કે યુજી ડિપ્લોમાંના વિદ્યાર્થીઓ પણ ગ્રેજ્યુએશન માટે પ્રવેશપાત્ર ગણાશે.

આ પણ વાંચો – Appleમાં નોકરી કરવા માંગતા લોકો માટે મોટા સમાચાર

PIC – Social Media

College Admission : જો તમે આઈટીઆઈ પાસ કર્યું હોય અને આગળ ભણવા માટે ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે છે. જી હા હવે અહીં આઈટીઆઈ કે યુજી ડિપ્લોમાંના વિદ્યાર્થીઓ પણ ગ્રેજ્યુએશન માટે પ્રવેશપાત્ર ગણાશે. મધ્ય પ્રદેશના ઉચ્ચ શિક્ષણ વિભાગે 2024-25 આવૃતિમાં એડમિશનને લઈ ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સ્નાતક પ્રથમ વર્ષમાં લાયકાત સંબંધિત દિશા-નિર્દેશો પણ આપવામાં આવ્યાં છે. તેમાં 12મું પાસ આઈટીઆઈ કરનાર વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકશે. સાથે જ યુજી ડિપ્લોમાં ધારક પણ એડમિશન લઈ શકશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ક્રાઇટએરિયા કર્યો જાહેર

તેના માટે શિક્ષણ વિભાગે ક્રાઇટએરિયા પણ જાહેર કર્યો છે. આઈટીઆઈ અને ડિપ્લોમામાં 45 થી 50 ટકા ઉપર નંબર હોવા જોઈએ. ત્યાર બાદ મેરિટ લિસ્ટના આધારે વિદ્યાર્થીઓને બેઠકની વહેંચણી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ અનુસાર રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓને એડમિશન ફી જમા કરાવવી પડશે. ત્યાર બાદ ચોઈસ ફિલિંગ કરી શકશે. ત્યાર બાદ જ કોલેજોમાં સીટ ફાળવવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વિદ્યાર્થીઓને કરાવવું પડશે વેરિફિકેશન

શિક્ષણ વિભાગે તેના માટે ઓનલાઇન કાઉન્સલિંગ 2 તબક્કામાં રાખ્યું છે. તેમાં વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન બાદ માર્કશીટ, મૂળ નિવાસી, જાતિ-આવકનું પ્રમાણ પત્ર સહિત અન્ય દસ્તાવેજોનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ ચોઇસ ફિલિંગમાં ભાગ લેવાનો રહેશે. તેમાં આશરે 15 પસંદગીના કોર્સ અને કોલેજ ભરવી પડશે. મેરિટ લિસ્ટના આધારે વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવશે. ત્યાર બાદ ઓનલાઇન ફી ભરવાની રહેશે અને બાકીની રકમ કોલેજમાં જમા કરાવવી પડશે.