દેવ lભૂમિ દ્વારકા ન્યુઝ સાયબર ક્રાઇમ રેકેટ પકડાય ગયું

ખબરી ગુજરાત ગુજરાત

આ આખું રેકેટ ચલાવવા માટે આ શખ્સો, ગેરકાયદેસર રીતે મેળવેલા મોબાઈલ સીમકાર્ડનો દુરુપયોગ કરતાં હતાં. આ પ્રકારના સીમકાર્ડ વડોદરાનો મોનાર્ક પટેલ નામનો શખ્સ પૂરાં પાડતો હતો. આ શખ્સ વડોદરાના લાલ દરવાજા નજીક રહે છે અને ભાયલી વિસ્તારમાં, ડી માર્ટ નજીક છત્રી રાખી રોડ પર સીમકાર્ડ વેચતો હતો. આ શખ્સે આ તમામ આરોપીઓ સાથે આ આખું કાવતરું પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ગેંગ દ્વારા જેટલાં સીમકાર્ડનો ઉપયોગ થયો છે તે તમામ સીમકાર્ડ આ મોનાર્ક નામના શખ્સે આપેલાં. અજાણ લોકોના દસ્તાવેજોના આધારે આ તમામ સીમકાર્ડ આ ગેંગે મોનાર્ક પાસેથી મેળવી આ સાયબર ગુનાઓને અંજામ આપ્યો હતો.

દ્વારકા પોલીસે મોનાર્ક પટેલ ઉપરાંત રાજસ્થાનના બે શખ્સો અને મધ્યપ્રદેશના બે શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો વિરુદ્ધ દ્વારકા, ખંભાળીયા, આણંદ, અંબાજી અને રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુના દાખલ કરવામાં આવેલાં. આ ગેંગનો એક સાગરિત નીરજ દ્વિવેદી જે મધ્યપ્રદેશનો છે તે બી. ફાર્મ સુધી ભણેલો છે. યુ ટ્યૂબ ચેનલ પર UPSCના ઓનલાઈન ક્લાસ ચલાવે છે. તે વેબસાઈટ ડેવલપ માટેની કંપની પણ ચલાવે છે. અન્ય એક આરોપી BE કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી ધરાવે છે. આ શખ્સોએ 85થી વધુ ફેક ગૂગલ એડ્સ પણ બનાવી છે, ભારતના 50થી વધુ પ્રવાસન અને ધાર્મિક સ્થાનોની વેબસાઈટસ પણ બનાવી છે. જેમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે. દેવભૂમિ દ્વારકા SP નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ, દ્વારકા પોલીસે આ ગેંગને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.