મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ હતી.

Rajkot: દેશી-વિદેશી સહિત બે લાખથી વધુ મુલાકાતીઓએ લીધી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot News: નવેમ્બર-23 માસમાં 11 દેશના 44 વિદેશી સહીત કુલ 3515 મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પ્રોજેક્ટ મેનેજર મહાત્મા ગાંધી મ્યુઝિયમ, રાજકોટના જણાવ્યાં મુજબ નવેમ્બર 2023ના માસમાં વિવિધ 11 દેશના કુલ 44 વિદેશી મુલાકાતીઓ સહિત 3515 મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ હતી. જેમાં વિવિધ 03 સ્કુલના 119 બાળકોનો પણ સમાવેશ થાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વિશેષમાં ઓક્ટો. 2018માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ 2,87,102 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

ઉપરાંત નવેમ્બર 2023નાં માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

મહાનુભાવોની વિગત

તેજસ્વી નાયક, આઇ.એ.એસ., પી.એમ.ઑ. દિલ્હી
સ્વાતિ મીના નાયક, આઇ.એ.એસ., સેક્રેટરી, દિલ્હી

આ પણ વાંચો: મકરસંક્રાંતિને લઈને રાજકોટ પોલીસ કમિશ્નરે લાગુ કર્યા આ પ્રતિબંધાત્મક આદેશ

વિદેશી મુલાકાતીઓની વિગત

દેશની વિગત સંખ્યા
બેલ્જીયમ 2
રશિયા 4
યુ.એસ.એ. 3
જાપાન 1
સ્પેન 1
ફ્રાંસ 7
ઓસ્ટ્રેલીયા 2
જર્મની 4
ઈટાલી 12
યુરોપ 1
કેનેડા 7

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.