જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી ધરપકડ

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh Hate Speech : મુંબઈના મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ થોડા દિવસો અગાઉ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતુ. ત્યારે હેટ સ્પીચ મામલે ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઝારખંડમાં ચંપઈ સોરેનની આજે પરીક્ષા, શું સાબિત કરી શકશે બહુમત?

PIC – Social Media

Junagadh Hate Speech : જુનાગઢમાં હેટ સ્પીચ આપવી મૌલાના અઝહરીને (Maulana Azhari) ભારે પડી છે. અઝહરીએ 31 જાન્યુઆરીની રાત્રે જૂનાગઢના (Junagadh) મોકલ્યા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉશ્કરણીજનક ભાષણને લઈ તેઓની ધરપકડની માંગ ઉઠવા પામી હતી. જેને લઈ ગુજરાત એટીએસ દ્વારા મૌલાના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર તેમને મુંબઈના ઘાટકોપર (Munbai, Ghatkopar) વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને ધરપકડની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ધરપકડ બાદ મૌલાનાના સમર્થકોનો વિરોધ

જુનાગઢમાં હેટ સ્પીચ (Hate Speech) મામલે મૌલાના અઝહરીની મુંબઈની ઘાટકોપર પોલીસસ્ટેશને લઈ જઈ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેમની વિરુદ્ધ કલમ 153A, 505, 188 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મૌલાનાની ધરપકડને લઈ તેના સમર્થકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. જોકે, થોડા સમય બાદ મૌલાનાએ પોલીસ સ્ટેશનમાંથી સમર્થકોને શાંત રહેવાની અપીલ કરી હતી.

હેટ સ્પીચનો વિડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

મૌલાનાએ જૂનાગઢમાં એક મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શું હતો સમગ્ર મામલો?

મુંબઈના મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જુનાગઢમાં 31 જાન્યુઆરીના રોજ એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે ભડકાઉ ભાષણ આપ્યો હતો. તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો હતો અને મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. વિવાદ વધ્યા બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી. FIRમાં બે આયોજકોના નામ પણ છે, જેમની પોલીસે ધરપકડ કરી છે. હવે મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 5 February : જાણો, આજનો ઈતિહાસ

વાયરલ વિડિયોમાં તેઓ કહે છે કે ‘કરબલાની છેલ્લી લડાઈ હજુ બાકી છે. થોડીવાર ખામોશી છે, પછી ફરી શોર થશે.” તેઓએ ઇસ્લામના પયગમ્બરના શબ્દોને અનુસરવાનો આગ્રહ કર્યો અને લબ્બક અથવા રસુલ્લાલ્લાહના નારા લગાવ્યા. તેમની સાથે ભીડ પણ સૂત્રોચ્ચાર કરી રહી હતી.