સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસને ફટકો, કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ

ખબરી ગુજરાત ગુજરાત રાજકારણ

Lok Sabha Election 2024 : સુરત લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. દિનેશ કુંભાણી ચુંટણી અધિકારી સામે એક પણ ટેકેદારને ઉપસ્થિત રાખી શક્યા નહોતા.

આ પણ વાંચો – IPL 2024 : અબ કી બાર 300 પાર… સનરાઇઝર્સ હૈદરાબાદની વોર્નિંગ

PIC – Social Media

Lok Sabha Election 2024 : સુરત લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ચુંટણી અધિકારી સામે 3માંથી એક પણ ટેકેદારને હાજર રાખી શક્યા નહિ ત્યાર બાદ ચુંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ઉમેવાદરી ફોર્મ રદ્દ કરવામાં આવ્યું. બીજેપીના દિનેશ જોધાણીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં તેના ત્રણેય ટેકેદારોની સહીને લઈ વાંધો ઉઠાવ્યો હતો. પોતાની સાથે ટેકેદારો ન રાખી શકવાને લઈ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કહ્યું, મારી સવારે ટેકેદારો સાથે વાત થઈ હતી. તેઓએ કહ્યું હતુ કે 9 વાગ્યા સુધીમાં કલેક્ટર ઓફિસે પહોંચી જશે. અમને આશા હતી કે તેઓ આવશે પરંતુ હવે તમામના ફોન બંધ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તેઓએ કહ્યું, કે સરકારની ધમકીની સામે બધા ડરેલા છે. કોંગ્રેસના નેતા અને એડવોકેટ બાબુ માંગુકિયાએ કહ્યું કે અમારા ત્રણેય ટેકેદારોનું અપહરણ થયું છે. ચુંટણી અધિકારીએ ફોર્મ પર સહી થઈ છે કે નહિ, તેની નહિ પણ અપહરણની તપાસ કરવી જોઈએ. તેઓએ કહ્યું કે સહી ટેલી કર્યા વગર ફોર્મ રદ્ કરવું યોગ્ય નથી. ટેકેદારોની સહી સાચી છે કે ખોટી તેની તપાસ કર્યા વગર ફોર્મ રદ્દ કરવું ખોટુ છે.

કોંગ્રેસે કહ્યું અમે હાઇકોર્ટમાં જઇશુ

એડવોકેટ બાબુ માંગુકિયાએ કહ્યું, ટેકેદારોના અપહરણ થયાની અમે ફરિયાદ નોંધાવી છે. પરંતું હજુ સુધી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે હાઇ કમાન્ડ સાથે વાત કરી હાઇકોર્ટના દરવાજા ખખડાવીશુ. જ્યારે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ કહ્યું, નિલેશ કુંભાણીને ઉમેદવાર બનાવી કોંગ્રેસે ભૂલ કરી છે. નિલેશ કુંભાણીએ ટિકિટની ડીલ કરી અને તે વેંચાઈ ગયા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બીજેપીએ ઉઠાવ્યા સહી પર સવાલ

બીજી બાજુ બીજેપીએ કોંગ્રેસ પર આરોપોનું ખંડન કરતા કહ્યું કે પોતાની ભૂલ માટે કોંગ્રેસ બીજેપી પર આરોપો લગાવી રહી છે. કોંગ્રેસને તેનો જવાબ જનતા ગુજરાતની તમામ 26 બેઠકો પર બીજેપીને 5 લાખથી વધુ લીડેથી વિજય બનાવીને આપશે.

આપને જણાવી દઈએ કે, બીજેપીના દિનેશ જોધાણીએ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રને લઈ વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ત્રણયે ટેકેદારોની સહીને લઈ ચુંટણી અધિકારીને બીજેપીના દિનેશ જોધાણીએ ફરિયાદ કરી હતી.