8 દિવસથી સુરંગમાં ફસાયેલા મજુરોને બચાવવા મહાઅભિયાન

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat

Uttarkashi Tunnel Collapse : ઉત્તરકાશીમાં 41 મજુરો છેલ્લા 8 દિવસથી સુરંગમાં ફસાયેલા છે. ત્યારે તેઓને બહાર કાઢવા ઘણાં પ્રયાસો કરાયા છે પણ હજુ સુધી સફળતા મળી નથી. મોટા મોટા મશીનો પર્વતોને કાપી રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, બીજી બાજુ વર્ટિકલ ડ્રીલિંગ દ્વારા સુરંગમાં ઉતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : તો આ છે મૃત્યુની ગુફા! જાન લઇ લેશે આ ગુફા જોવો વિડીયો

PIC – Social Media

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 42 લોકો 8 દિવસથી સુરંગમાં ફસાયા છે. જેને બહાર કાઢવા માટે મહામિશન આદવામાં આવ્યું છે. 4.5 કિમી લાંબી સિલક્યારાથી ડાંડાગાંવ સુરંગમાં બચાવકર્મીઓ મજુરોને વધુ વધુ ભોજન પૂરુ પાડી રહ્યાં છે અને મજૂરોને મોત સામે ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. શનિવારે સાંજે મલ્ટિ ડાયમેન્શનલ એપ્રોચ દ્વારા મોટી સંખ્યામાં વર્કફોર્સને તહેનાત કરવામાં આવી છે.

વર્ટિકલ ડ્રિલિંગ થશે

મોટા મોટા મશીનો દ્વારા પહેલાથી પર્વતોને કાપીને માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યાં વર્ટિકલ ડ્રિલિંગ દ્વારા સુરંગમાં ઉતરવાનો પ્રયાસ કરવામાં આવશે. સુરંગના દ્વાર પર સેફ્ટી બ્લોક લગાવી કામ કરી રહેલા મજૂરો માટે ઈમરજન્સી એસ્કેપ રૂટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગત રાત્રે મોટી સંખ્યામાં સીમા સડક સંગઠન અને બીજી એજન્સીઓ દ્વારા લોજસ્ટિક સપોર્ટ પહોંચાડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Uttarakhand Tunnel Collapse : 48 કલાકથી મોત સામે ઝઝુમી રહી છે 40 જિંદગી

વડાપ્રધાન કાર્યાલયના વિશેષ અધિકારીની સાથે ઉત્તરાખંડ સરકારમાં ઓએસડી ભાસ્કર ખુલ્બે ઉત્તરકાશીમાં હાજર છે. તેમજ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અહીં આરઓની ટીમ દરેક લોજિસ્ટિક્સ પહોંચાડી રહી છે. જ્યારે સરકારે શ્રમિકોને બચાવવા માટે અલગ અલગ વિકલ્પો પર ચર્ચા કરવા માટે શનિવારે એક ઉચ્ચસ્તરિય બેઠક કરી હતી. જેમાં વિવિધ એજન્સીને વિશિષ્ટ જવાબદારી સોંપવામાં આવી છે. બેઠકમાં ટેક્નિકલ સલાહના આધારે પાંચ બચાવ વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો છે.