Ahmedabad : ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનો પ્રારંભ

ખબરી ગુજરાત ગુજરાત

Gujarat Sports Startup Conclave : 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો રમત-ગમત અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત અને ભારતભરના રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સને પ્રોત્સાહન અને સમર્થન આપવાના ઉદ્દેશ સાથે ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવ (Gujarat Sports Startup Conclave) નું આયોજન કરનાર પ્રથમ રાજ્ય પણ બન્યું છે.

આ પણ વાંચો : 12 December : જાણો, આજનો ઈતિહાસ

શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને મળશે 25 રૂપિયાનો રોકડ પુરસ્કાર

ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અંગે જણાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કોન્ક્લેવ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. આ કોન્ક્લેવમાં પિચબુક સ્પર્ધાના શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને રાજ્ય સરકાર તરફથી રૂ. 25 લાખના આકર્ષક રોકડ પુરસ્કારો આપવામાં આવશે, જેનાથી સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સને ખૂબ પ્રોત્સાહન મળશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સ્પોર્ટ્સ પોલીસીમાં કરાશે ફેરફાર

સ્પોર્ટ્સ પોલીસી અંગે વાત કરતા હર્ષભાઈએ કહ્યું કે, રાજ્ય સરકાર સ્પોર્ટ્સ પોલીસીમાં પણ મોટા ફેરફાર લાવી રહી છે. સ્પોર્ટ્સ ક્ષેત્રને અનુરૂપ ટૂંક સમયમાં નવી સ્પોર્ટ્સ પોલીસી પણ જાહેર કરવામાં આવશે. આ પોલીસીથી સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા તેમજ ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન મળશે.

શક્તિ દૂત યોજના અંગે વાત કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, શકિત દૂત યોજનામાં પણ મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અમે રાજ્યના બે લાખથી વધુ ખેલાડીઓને ઈ-મેલ મારફતે શક્તિ દૂધ યોજનામાં કેવા પ્રકારના બદલાવ કરવા જોઈએ, એ માટેના સૂચનો મંગાવ્યા હતા. જેમાં 80 ટકાથી વધુ સૂચનોનો આ યોજનામાં અને પોલીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, આવનારા સમયમાં નવા બદલાવ સાથે શક્તિ દૂત યોજના લોન્ચ કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

હર્ષ સંઘવીએ કહ્યું હતુ કે, હવે સ્પોર્ટ્સ માત્ર ખુશી અને ફિટનેસ સાથે સંકળાયેલું ક્ષેત્ર નથી રહ્યું પણ આજે સ્પોર્ટ ક્ષેત્ર અનેક લોકોને રોજગારી આપતું પ્લેટફોર્મ પણ બની ગયું છે.

આ પણ વાંચો : 2024માં આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત, 30 વર્ષ બાદ અદ્ભુત સંયોગ

આ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર.એસ. નીનામા, ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના ફાઉન્ડર અને ચેરમેન ઉદિત શેઠ, આઇઓસીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અજયભાઈ પટેલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે તેમજ સ્ટાર્ટ અપ ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.