Google Mapમાં ધરખમ ફેરફાર, ડ્રાઇવર્સ પર પડશે સીધી અસર

ખબરી ગુજરાત બિઝનેસ

Google Mapમાં ઘણાં બદલાવ કરવામાં આવી રહ્યાં છે. તેની સીધી અસર કાર અને બાઇક ચાલકો પર પડશે. વર્ષ 2020માં ગૂગલે જાહેરાત કરી હતી કે Google Mapના આસિસ્ટેન્ટ ડાઇવિંગ ફિચર મોડને બંધ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો : કોણે કરી ટેલિવિઝનની શોધ? જાણો, શું છે ઇતિહાસ

PIC – Social Media

પરંતુ Google Map આશરે 4 વર્ષ બાદ આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ ફિચરને બંધ કરે તેવી શક્યતા છે. અહેવાલનું માનીએ તો 2024ના ફેબ્રુઆરી મહિનામાં ગૂગલ મેપ આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડને બંધ કરી દેવામાં આવશે. એવામાં જો તમે ડ્રાઇવિંગ કરો છો તો તમને મેપમાં આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડ જોવા મળશે નહિ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગૂગલ મેપ આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડની ખાસિયત

સ્માર્ટ ફોનમાં Google Mapના આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડનું એક ડેશબોર્ડ જોવા મળે છે. જેમાં મીડિયા સજેશન, ઓડિયો કન્ટ્રોલ અને મેપ જેવા ફિચર્સ જોવા મળે છે. આ ફીચર બંધ થવાની સાથે આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડને એન્ડ્રોઇડ ઓટો સાથે રિપ્લેસ કરવામાં આવે એવી શક્યતા છે. આપને જણાવી દઈએ કે એન્ડ્રોઇડ ઓટો ગૂગલની જ પ્રોડક્ટ છે. જેને કાર ડ્રાઇવિંગની સુવિધા માટે જ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ એન્ડ્રોઇડ મોબાઇલને કારના ઇન્ટરટેનમેન્ટ બોર્ડ સાથે કનેક્ટ કરવાની સુવિધા પણ આપે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શું Google તરફથી કાર ચાલકોને મળશે મોટી સુવિધા

જો 9 to 5 Google રિપોર્ટનું માનીએ તો Google Mapને જલ્દી જ નવું ઇન્ટરફેસ મળી જશે. Google Map આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડ ફિચરમાં પ્લે થતા મીડિયા, મેપ્સની ડિટેઈલ અને સ્ટ્રિમિંગ એપની જાણકારી મળતી રહે છે. પરંતુ હવે આ ફિચર એપલ પ્લેની જેમ જ કામ કરશે. જેમાં કાર ચાલકને એન્ડ્રોઇડ યુઝર્સને ઘણી સુવિધા મળશે. સાથે જ Google Mapને નવું યુઝર ઇન્ટરફેસ પણ મળી જશે.