Kutch News: આજે ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટ –2023 અંતર્ગત મુંદ્રા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેંદ્ર, સાડાઉ ખાતે ખેતીવાડી શાખા,જીલ્લા પંચાયત,કચ્છ-ભુજ દ્વારા મીલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા મીલેટસ (તૃણ ધાન્ય વર્ગના પાકો)ના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે તે માટે પ્રચાર-પ્રસાર માટે તાલુકા કક્ષાના કૃષિ મેળા ઉજવણી કરવામાં આવી હતી.

Kutch: મુન્દ્રામાં મીલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત કૃષિ મહોત્સવની કરવામાં આવી ઉજવણી

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Khabri Gujarat
Kutch News: આજે ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટ –2023 અંતર્ગત મુંદ્રા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેંદ્ર, સાડાઉ ખાતે ખેતીવાડી શાખા,જીલ્લા પંચાયત,કચ્છ-ભુજ દ્વારા મીલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા મીલેટસ (તૃણ ધાન્ય વર્ગના પાકો)ના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે તે માટે પ્રચાર-પ્રસાર માટે તાલુકા કક્ષાના કૃષિ મેળા ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુધ્ધભાઇ દવે, તાલુકા પંચાયત પ્રમુખ, મુંદ્રા બારોઇ નગરપાલીકા પ્રમુખ, ઉપપ્રમુખ મુંદ્રા તાલુકા પંચાયત, કારોબારી અને ન્યાય સમિતિ ચેરમેન, તા.પં. સદસ્ય તથા અન્ય પદાધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કૃષિ વૈજ્ઞાનિકઓ, મદદનીશ ખેતી નિયામક તથા વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકો હાજર રહ્યા હતા. તેમજ વિવિધ ગામોમાંથી 537 જેટલા ખેડૂતો તથા ગ્રામીણ અગ્રણીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ખેતીવાડી, બાગાયત, જમીન ચકાસણી પ્રયોગ શાળા ભુજ, પશુપાલન વિભાગ, ICDS, ખેડુત તાલીમ કેન્દ્ર /આત્મા કચેરી ભુજ, આરોગ્ય વિભાગ, ખારેક સંશોધન કેન્દ્ર, ફોરેસ્ટ જેવા સરકારી વિભાગો સાથે પ્રગતિશિલ ખેડ્તો દ્વારા પ્રાકૃતિક ખેતીના, IFFCO, KCS મુન્દ્રા તથા ફાર્મ મિકેનાઇઝશનના પ્રાઇવેટ કંપનીઓના સ્ટોલ પ્રદર્શન અર્થે ગોઠવવામાં આવેલ હતા.

ધારાસભ્ય–માંડવી અનીરુધ્ધભાઈ દવે દ્વારા મીલેટની ખેતી અંતર્ગત માહિતી સાથે સાથે પ્રાકૃતિક ખેતીની પણ માહિતી આપવામાં આવેલ. કેવીકે મુન્દ્રાના વરિષ્ટ વૈજ્ઞાનિકશ્રી યુ. એન. ટાંક તેમજ વૈજ્ઞાનિક એન. એન. પટેલ દ્વારા મીલેટની ખેતી તેમજ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ નવી ટેકનોલોજી તથા નવી જાતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂત અગ્રણી જીવરાજભાઇ ગઢવી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવોની માહિતી આપવામાં આવ્યા.

આ પણ વાંચો: Kutch: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના આયોજનને લઈને કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક

વિવિધ કૃષિ પ્રદર્શન અંતર્ગત આંગણવાડી બહેનો દ્વારા વિવિધ મીલેટ આધારિત વાનગીઓનું પ્રદર્શન રજૂ કર્યું હતું તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓને પૂર્વમંજુરી હુકમ તેમજ પેમેન્ટ ઓર્ડરનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.