RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાને લઈ મોટા અપડેટ, આ તારીખેથી ભરાશે ફોર્મ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

RTE Admission : ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા RTE અંતર્ગત શાળામાં પ્રવેશ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જો તમે પણ તમારા બાળકોનો પ્રવેશ કરાવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે.

આ પણ વાંચો – શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મામલે CBIની મોટી કાર્યવાહી

PIC – Social Media

RTE Admission : જો તમે તમારા બાળકોને કોઈ સારી ખાનગી શાળામાં મફત શિક્ષણ અપાવવા માંગતો હોય તો આ સમાચાર તમારા માટે છે. જી હા RTE (રાઇટ ટુ એજ્યુકેશન) અંતર્ગત શાળા પ્રવેશ મેળવવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. આગામી પહેલી જુન 2024ના રોજ જે બાળકના 6 વર્ષ પૂરા થયેલા હશે તેને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. આ માટે 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શું છે RTE ?

RTE Full Form “Right to Education” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “શિક્ષણનો અધિકાર” થાય છે. આ આપણા સંવિધાનનો એક અધિનિયમ છે જેનું પૂરું નામ Right of Children to Free and Compulsory Education Act, 2009 છે. આ અધિનિયમ 1 એપ્રિલ 2010 થી લાગુ કરવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.