Heart Attack : ભરૂચમાં 10 વર્ષની બાળકીનું હાર્ટ ફેઇલ

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat :

Heart Attack : ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યોં છે. વૃદ્ધો તો ઠીક પરંતું હવે યુવાનો બાદ બાળકોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભરૂચમાં નાની ઉંમરની બાળકીનું અને સુરતમાં એક યુવાનનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું તો બીજી બાજુ હિંમતનગર-વિજાપુર હાઈવે પર એસટી બસ ચાલકને હાર્ટ એટેક આવી ગયો હતો.

આ પણ વાંચો : જાણો, કેવી રીતે સ્માર્ટફોનનું વળગણ બાળકોના મગજ પર કરે છે ખરાબ અસર

10 વર્ષની બાળકીને આવ્યો હાર્ટ એટેક

મળતી માહિતી અનુસાર ભરુચના વાલિયાની નિલકમલ સોસાયટીમાં રહેતી માત્ર 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતા મોત થયું છે. ધોરણ 4માં અભ્યાસ કરતી દિયાંશી કપલેટીયાને અચાનક હાર્ટ એટેક આવતા પરિવારજનો બાળકીને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

સુરતમાં 27 વર્ષિય યુવાનનું હાર્ટ એટેકથી મોત

સુરતમાં પણ આજે વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં બામરોલી વિસ્તારમાં ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા 27 વર્ષીય સંજય ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. યુવાન ઘરે બેઠો હતો તે દરમિયાન તેની તબિયત અચાનક લથડતા હાર્ટ એટેક આવી ગયો હતો. પરિવારના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો. પરંતું તેનો જીવ બચી શક્યો નહોતો. હોસ્પિટલ પહોંચતા પહેલા જ યુવાનનું મોત થતા યુવાનના પરિવારજનો આઘાતમાં સરી ગયા હતા.

આ પણ વાંચો : Telangana: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં શાસક BRSના MLA રાઠોડ બાપુ રાવ ભાજપમાં જોડાયા

ડ્રાઇવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક

બીજી બાજુ સાબરકાંઠા જિલ્લામાં એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. મળતી વિગત અનુસાર હિંમતનગર-વિજાપુર હાઇવે પર એસટી બસચલાકને ચાલુ બસે હાર્ટ એટેક આવતા ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બસને રોડ નીચે ખાડામાં ઉતારી દીધી હતી. ત્યાર બાદ 108ની મદદથી ડ્રાઇવરને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પાટણથી લુણાવાડા રૂટની બસમાં અચાનક ડ્રાઈવર હાર્ટ એટેક આવી જતા બસ બેકાબુ બની ગઈ હતીને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.