લિકર સ્કેમમાં કેજરીવાલની ધરપકડની આશંકા, જાણો શું છે મુખ્યમંત્રીની ધરપકડના નિયમો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Gujarat, New Delhi :

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન મોકલ્યું છે. તેઓને આ સમન્સ કથિત લિકર સ્કેમ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ મામલે મોકલવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ કે મુખ્યમંત્રીની ધરપકડ માટે શું નિયમો છે?

દિલ્હીના કથિત લિકર સ્કેમ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા સમન મોકલવામાં આવ્યાં છે. ઈડીએ સીએમ કેજરીવાલને 2 નવેમ્બર સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યાં છે.

આ પણ વાંચો : INDIA ગઠબંધનમાં PM પદનું દાવેદાર કોણ?

ઈડી દ્વારા મુખ્યમંત્રી કેજરીવાલને બીજીવાર સમન મોકલાયા છે. આ પહેલા લિકર સ્કેમમાં તપાસ કરી રહેલી સીબીઆઈએ એપ્રિલમાં તેમની પૂછપરછ કરી હતી. સીબીઆઈએ કેજરીવાલની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.

આમ આદમી પાર્ટીના સીએમ કેજરીવાલની ધરપકડ પણ થઈ શકે છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ દાવો કર્યો છે, કે રિપોર્ટ અનુસાર કેજરીવાલની 2 નવેમ્બરે ધરપકડ કરવામાં આવશે.

આતિશીએ મનિષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈનની ધરપકડનો ઉલ્લેખ કરતા કહ્યું કે બીજેપીનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. એવામાં આવો જાણીએ કે શું કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાય?

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

ક્યારે થઈ શકે સીએમની ધરપકડ?

કોડ ઑફ સિવિલ પ્રોસિજરની કલમ 135 અનુસાર વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, લોકસભા અને રાજ્યસભાના સદસ્ય, મુખ્યમંત્રી, વિધાનસભા અને વિધાન પરિષદના સદસ્યોની ધરપકડની છૂટ મળી છે. આ છૂટ માત્ર સિવિલ કેસોમાં જ છે ક્રિમિલન કેસોમાં નહિ.

આ કલમ અંતર્ગત સંસદ અથવા વિધાનસભા કે વિધાન પરિષદના કોઈ પણ સદસ્યની ધરપકડ માટે સદનના અધ્યક્ષ કે સભાપતિની મંજૂરી લેવી જરૂરી છે. આ કલમ અતંર્ગત સત્રથી 40 દિવસ પહેલા, તે દરમિયાન અને તેના 40 દિવસ બાદ સુધી કોઈ સદસ્યની ધરપકડ થઈ શકે નહિ.

એટલું જ નહિ, સંસદ પરિસર કે વિધાનસભા પરિસર કે વિધાન પરિષદના પરિસર અંદર પણ કોઈ સદસ્યની ધરપકડ કરી શકાય નહિ, કેમ કે ત્યાં અધ્યક્ષ અને સભાપતિનો આદેશ ચાલે છે.

આ પણ વાંચો : Maratha Reservation: મહારાષ્ટ્રના આ જીલ્લામાં રહેશે 48 ક્લાક ઇન્ટરનેટ બંધ, જાણો કારણ

ક્રિમિનલ કેસોમાં થઈ શકે છે ધરપકડ

જો કે વડાપ્રધાન સંસદના અને મુખ્યમંત્રી વિધાનસભા કે વિધાન પરિષદના સદસ્ય હોય છે, એટલે તેના પર પણ આજ નિયમ લાગુ પડે છે. આ છૂટ માત્ર સિવિલ કેસોમાં જ મળે છે. ક્રિમિનલ કેસોમાં નહિ.

એટલે કે, ક્રિમિનલ કેસોમાં સંસદના સદસ્યો કે વિધાનસભા અથવા વિધાન પરિષદના સદસ્યોની ધરપકડ કરી શકાય છે. પરંતું તેની જાણ અધ્યક્ષ કે સભાપતિને કરવી પડે છે.