31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહિતર થઈ જશો હેરાન

ખબરી ગુજરાત બિઝનેસ

31 December Deadline : વર્ષનો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. 31 ડિસેમ્બર કેટલાય જરૂરી કામો કરવાની ડેડલાઈન પણ છે. એવામાં આજે અમે એવા પાંચ જરૂરી કામ વિશે જણાવા જઈ રહ્યાં છીએ કે જેને મહિનાના અંત એટલે કે 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવું જરૂરી છે. આ કામ તમારા ફાઇનાન્સિયલ હેલ્થ સાથે જોડાયેલા છે. જો આ ડેડલાઇન પહેલા કામ કરતા ચૂક્યા તો તમારે નાણાકિય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

મ્યુચ્યુઅલ ફન્ડ નોમિનેશન

જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમારા માટે 31 ડિસેમ્બરની તારીખ ખૂબજ મહત્વની છે. હકીકતમાં 31 ડિસેમ્બર પહેલા તમામરે તમારા અકાઉન્ટમાં નોમિનીનું નામ આપવું પડશે. જો એવુ નહિ કરો તો, તમારું મ્યુચ્યુઅલ ફંડનું અકાઉન્ટ બંધ થઈ શકે છે. એજ રીતે ડિમેટ અકાઉન્ટ ધારકો માટે પણ આ કામ એટલું જ જરૂરી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અપડેટ આઇટીઆર

ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. પરંતું જે લોકોએ નક્કી કરેલી તારીખે આ કામ નથી કરી શક્યા. તેઓ પાસે આ કામ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય છે. આ ડેડલાઇન સુધીમાં લેટ ફી સાથે અપડેટેડ આઈટીઆર દાખલ કરી શકાય છે. દંડની વાત કરીએ તો આવકના હિસાબે તે અલગ અલગ હોય શકે. જો ટેક્સપેયર્સની આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો 5 હજાર રૂપિયાનો દંડ આપવો પડશે. જ્યારે 5 લાખથી ઓછી આવક હોય તો 1000 રૂપિયા દંડ ભરવો પડશે.

UPI અકાઉન્ટ થઈ શકે છે બંધ

જરૂરી કામોની યાદીમાં UPI ત્રીજા નંબરે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિાયા (NPCI)એ ગૂગલ પે (Google Pay), ફોન પે (PhonePe) કે પેટીએમ (Paytm)ની એવી યુપીઆઈ આઈડીને ઇનએક્ટિવ કરવાનું નક્કી કર્યું છે, જે છેલ્લા 1 વર્ષ કે તેથી વધુ સમયથી ઉપયોગમાં નથી. એટલા માટે જરૂરી છે કે 31 ડિસેમ્બર પહેલા તેનો એકવાર ઉપોયગ ફરજિયાતપણે કરી લો. નહિ તો થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડર અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર આવા નિષ્ક્રિય ખાતાઓને બંધ કરી દેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

લોકર એગ્રીમેન્ટ

એસબીઆઈ (SBI), બેન્ક ઓફ બરોડા (BoB) સહિત અન્ય બેન્કોમાં લોકર ધરાવતા ગ્રાહકો માટે પણ ચેતવણી છે. ભારતીય રિજર્વ બેન્કના નિર્દેશો અનુસાર, સંશોધિત લોકર એગ્રીમેન્ટને તબક્કાવાર રીતે લાગુ કરવા 31 ડિસેમ્બરને ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. જો તમે તે પહેલા સંશોધિત બેંક લોકર એગ્રીમેન્ટ સબમિટ કર્યુ છે તો તમારે એપડેટેડ એગ્રીમેન્ટ સબમિટ કરાવવું પડી શકે છે. જો તમે આવું નહિ કરો તો તમારે બેન્ક લોકર છોડવું પડી શકે. 31 ડિસેમ્બર સુધી 100 ટકા ગ્રાહકોની સહી બેન્ક લોકર એગ્રીમેન્ટ પર કરાવવાનું આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કહેવાયું છે.

SBI સ્કિમની છેલ્લી તારીખ

ભારતીય સ્ટેટ બેન્કની સ્પેશિય એફડી સ્કિમ એસબીઆઈ અમૃત કળશ સ્કિમ (SBI Amrit Kalash Scheme)ની ડેડલાઇન 31 ડિસેમ્બર 2023 એ પૂર્ણ થઈ રહી છે. 400 દિવસની આ એફડી સ્કિમ પર વધુમાં વધુ 7.60 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ સ્પેશિયલ એફડી ડિપોઝિટ પર મેચ્યોરિટી વ્યાજ, ટીડીએસ કાપીને ગ્રાહકોના ખાતામાં જમા કરવી દેવામાં આવશે. ટીડીએસ ઇનકમ ટેક્સના અધિનિયમ અંતર્ગત લાગુ દર પર લગાવાશે. અમૃત કળશ યોજનામાં પ્રીમેચ્યોર અને લોન સુવિધા પણ ઉપલબ્ધ છે.