જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્રારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી તા. 1લી ડિસેમ્બરના રોજ દરેક સમુદાય એચ.આઈ.વી/એઇડ્સ નાબુદી માટે નેતૃત્વ લેની થીમ સાથે કરાશે. જેમાં જન-જાગૃતિ સાથે રેલી, HIV અવેરનેશ સાથે તપાસ કેમ્પ, શાળા-કોલેજમાં વિધાર્થીઓ સાથે રેલી સહિતના કાર્યક્રમો યોજાશે.

Junagadh: આરોગ્ય વિભાગ કરશે World AIDS Dayની ઉજવણી, જાણો શું છે HIV?

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh News: જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્રારા વિશ્વ એઇડ્સ દિવસ (World AIDS Day)ની ઉજવણી તા. 1લી ડિસેમ્બરના રોજ દરેક સમુદાય એચ.આઈ.વી/એઇડ્સ નાબુદી માટે નેતૃત્વ લેની થીમ સાથે કરાશે. જેમાં જન-જાગૃતિ સાથે રેલી, HIV અવેરનેશ સાથે તપાસ કેમ્પ, શાળા-કોલેજમાં વિધાર્થીઓ સાથે રેલી સહિતના કાર્યક્રમો યોજાશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભારત સરકાર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, જૂનાગઢ આરોગ્ય વિભાગ અને દિશા ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનોજ સુતરીયા અને જિલ્લા એઇડ્સ કંટ્રોલ અધિકારી ડો.ચંદ્રેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ તા. 1લી ડીસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસની” ની ઉજવણી “દરેક સમુદાય એચ.આઈ.વી/એઇડ્સ નાબુદી માટે નેતૃત્વ લે” ની થીમ સાથે લોક જાગૃતિના કાર્યક્રમો યોજાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જેમાં 1લી ડીસેમ્બરએ જનરલ હોસ્પિટલ જૂનાગઢ જિલ્લા કક્ષાએ બેનર અને સુત્રો સાથે જન-જાગૃતિ સાથે રેલીના કાર્યક્રમ, જિલ્લા અને તાલુકા કક્ષાએ આઈ.ટી.આઈ ના તાલીમાર્થી સાથે HIV અવેરનેશ સાથે તપાસ કેમ્પનું, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ શાળા-કોલેજમાં વિધાર્થીઓ સાથે રેલીઓ અને જન-જાગૃતિના કાર્યકમો, તમામ તાલુકા અને ગ્રામ્યકક્ષાએ લોકોમાં જન-જાગૃતિના કાર્યકમોનું આયોજન, નેશનલ એઇડ્સ કંટ્રોલ અંતર્ગત કામ કરતી તમામ ફેસેલીટીઓ અને તેમના સ્ટાફ દ્વારા જન-જાગૃતિના કાર્યકમો યોજાશે.

આ પણ વાંચો: રાજ્યસભાના સાંસદોની આ પ્રવુતિઓ પર લાગ્યો પ્રતિબંધ

તેમજ HIV/AIDS ટોલ-ફ્રી હેલ્પલાઇન 1097 તથા NACOAIDS મોબાઈલ એપ્લીકેશન દ્વારા લોકને શરમ અને સંકોચ વિના માહિતી મેળવે તે માટે વધુમાં વધુ લોકો સુધી પ્રચાર-પ્રસાર, જિલ્લા જેલ જૂનાગઢમાં બંદીવાન ભાઈઓને HIV અને જાતીય રોગો વિષે અવેરનેશ સાથે તપાસ કેમ્પનું આયોજન થનાર છે.

આમ જૂનાગઢ જિલ્લામાં શાળા-કોલેજો રેલી અને લોકોમાં જનજાગૃતિ કાર્યક્રમો જિલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ તેમજ દરેક આઈસીટીસી સેન્ટરો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, NACP પ્રોગ્રામમાં કામ કરતી તમામ ફેસેલીટીઓ અને સંસ્થાઓ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે આવ્યાં સારા સમાચાર

HIV શું છે? (Human Immunodeficiency Virus)

HIV માનવામાં રોગ પ્રતિકારક શક્તિની ઉણપ કરતો વિષાણુ એચ.આઈ.વી. એ વિષાણુ છે જે વાળ કરતાં પણ હજારો ગણો પાતળો અને ખુબજ સુક્ષ્મ છે આ વિષાણુનો ચેપ લાગવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ક્રમશ: ક્ષીણ થતી જાય છે.

એઇડ્સ (AIDS) શું છે. (Acquired Immuno Deficiency Syndrome)

એઇડ્સ કોઈ રોગ નથી તે એક અવસ્થા છે જેમાં માનવીની રોગ પ્રતિકારક શક્તિ બિલકુલ નકામી થઈ જાય છે અને બિમારી જોડે લડી શકતા નથી. આ પરીસ્થિતિને એઇડ્સ કહેવામાં આવે છે.

એચ.આઈ.વી. આ રીતે ફેલાય છે

નિરોધનો ઉપયોગ કર્યા વગર અસુરક્ષિત જાતીય સંબંધ બાંધવાથી.

ચેપગ્રસ્ત લોહી ચઢાવવાથી.

એચ.આઈ.વી.નો ચેપ ધરાવતી સગર્ભા માતા દ્વારા જન્મ લેનાર બાળકને ચેપગ્રસ્ત સોય અને સીરીજ વાપરવાથી.

આ પણ વાંચો: આયુર્વેદિક સિરપ પીવાથી ખેડા-નડિયાદમાં ટપોટપ મોત

એચ.આઈ.વી. આ રીતે ફેલાતો નથી

સ્પર્શ કરવાથી, એક બીજાના કપડા પહેરવાથી, સાથે નાહવાથી, સાથે કામ કરવાથી, મચ્છર કરડવાથી સાથે જમવાથી એચ.આઈ.વી. ફેલાતો નથી.

એચ.આઈ.વી. આ રીતે બચી શકાય છે.

અસુરક્ષિત જાતીય સંબંધ ટાળો.

લગ્ન બાદ તમારા જીવનસાથી સાથે વફાદાર બનો.

ગર્ભવતી મહિલાઓ એચ.આઈ.વી. વિશે સલાહ લેવી તેમજ કરાવવી ખુબ જ જરૂરી છે.

ઈન્જેકશન લેતા સમયે નવી સોય અને સીરીંજ વાપરો.

જરૂર પડે ત્યારે એચ.આઈ.વી નું પરીક્ષણ કરેલું લોહી જ ઉપયોગમાં લો.

જૂનાગઢ જિલ્લ્લામાં કુલ – 8 એચ.સી.ટી.સી. (એચ.આઈ.વી કાઉન્સેલિંગ અને ટેસ્ટીંગ સર્વિસ), 46 એફ.આઈ.સી.ટી.સી. સેન્ટરો છે. જેમાં HIV નું પરીક્ષણ વિનામૂલ્યે કરવામાં આવે છે. એક એ.આર.ટી સેન્ટર છે ત્યાં HIV/AIDS ની સારવાર વિનામૂલ્યે મળે છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.