સરકારની સૂચના મુજબ વિધવા ત્યક્તા તેમજ ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવા મહિલા અરજદારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે

Jobs in Kutch: નખત્રાણા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક માટે આવી ભરતી આ રીતે કરો અરજી

ખબરી ગુજરાત ગુજરાત

Jobs in Kutch: કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની માનદવેતનથી હંગામી ધોરણે નિમણૂક કરવાની હોય કુલ બે કેન્દ્ર સંચાલકની જગ્યાઓ માટે અરજીઓ મગાવવામાં આવી છે. આ અરજીઓ તારીખ 20 ડિસેમ્બર, 2023 સુધીમાં મામલતદારની કચેરી નખત્રાણા, તાલુકા સેવા સદન, ભુજ-લખપત હાઈવે રોડ, નખત્રાણા ખાતે મોકલી આપવાની રહેશે. જેમાં હિરાપર(ટોડિયા) પ્રા. શાળા, અને મોટી અરલ પ્રા.શાળાનો સમાવેશ થાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઉપરોક્ત કેન્દ્રો ઉપર સંચાલક તરીકે નિમણૂક મેળવવા રસ ધરાવતા સ્થાનિક રહેવાસી ધોરણ 10 (સ્થાનિક ઉમેદવાર ધોરણ 10 પાસ હોય એવા આવેદન પ્રાપ્ત નહીં થાય તો ધોરણ 7પાસ ઉમેદવારને લેવામાં આવશે) કે તેથી વધારે પાસ હોય તેવા અરજદારઓએ નિયત ફોર્મમાં પ્રમાણિત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ સાથે તારીખ20 ડિસેમ્બર, 2023 સુધીમાં ચાલુ દિવસોમાં મામલતદાર નખત્રાણાને અરજી કરવાની રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સરકારની સૂચના મુજબ વિધવા ત્યક્તા તેમજ ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવા મહિલા અરજદારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તેમ નખત્રાણા મામલતદાર ડૉ.નીતિ ચારણની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ INDIA બ્લોકને ગણાવ્યું ભ્રષ્ટાચારીઓનું સંગઠન

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.