જામનગરના સચાણા અને મોટી ખાવડીમાં તાજેતરમાં જ બોગસ તબીબોને એસઓજીએ પકડી લીધા બાદ સચાણા ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો ડોકટર ઝપટમાં આવ્યો હતો. અને દવા સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Jamnagar: સચાણામાં માત્ર 12 ચોપડી પાસ ડોકટર ઝડપાયો

ખબરી ગુજરાત ગુજરાત

Jamnagar News: જામનગરના સચાણા અને મોટી ખાવડીમાં તાજેતરમાં જ બોગસ તબીબોને એસઓજીએ પકડી લીધા બાદ સચાણા ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો ડોકટર ઝપટમાં આવ્યો હતો. અને દવા સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

માત્ર 12 ચોપડી ભણેલો બિહારી શખ્સ દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ આર.એચ. બારા માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

આ દરમિયાન એસઓજીના હર્ષદભાઇ, સી.એન.જાડેજા, દિનેશભાઇ, અનિરુઘ્ધસિંહને બાતમી મળેલ કે, જામનગર નજીક સચાણા ગામમાં મચ્છીપીઠમાં આવેલ શકીનાબેનના મકાનમાં ભાડેથી રહેતો બિહારી શેખ દવાખાનું ખોલી દર્દીઓને તપાસી અને કોઇપણ પ્રકારની મેડીકલની ડીગ્રી ન હોવા છતા દવા આપીને પૈસા વસુલે છે.

આ હકીકતના આધારે રેઇડ પાડીને મુળ બિહારના કિશનગઢ, સાતભીટાના વતની અને હાલ સચાણામાં રહેતા ઇસ્માઇલ આલમરાહી શેખ (ઉ.વ.45)ને પકડી લીધો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કોઇપણ મેડીકલની ડ્રીગ્રી વગર દર્દીઓને તપાસી દવા, ઇન્જેકશન આપી ફી લેતો હતો. પોલીસે તેના કબ્જામાંથી અલગ અલગ કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ, અન્ય મશીન સહિતનો ૨૨૦૬નો મુદામાલ કબ્જે લીધો હતો.

આ પણ વાંચો: ધ્રોલમાં રાજ્યકક્ષાની અંડર 19 સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈ

તેના વિરુઘ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ઇસ્માઇલ માત્ર 12 સુધી ભણેલો છે. તાજેતરમાં સચાણા વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ સચાણામાથી મળી આવતા જીલ્લામાં બોગસ ડોકટરો કેટલા છે એ દિશામાં સધન તપાસ ચલાવવામાં આવી રહી છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.