કોંગ્રેસને મોટી ખોટ, સી.જે. ચાવડાનો ભાજપમાં વિધિવત પ્રવેશ

ખબરી ગુજરાત રાજકારણ
Spread the love

CJ Chavda Join BJP : વિજાપુર વિધાસનભા બેઠક પરથી રાજીનામું આપનાર કોંગ્રેસના ધારાસભ્યએ કેસરિયો ધારણ કર્યો છે. ડો. સી.જે. ચાવડાએ વિજાપુરમાં સીઆર પાટિલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાણ કર્યું છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પણ પાડ્યો બજેપીએ ખેલ, અશોક ચૌહાણે આપ્યું રાજીનામું

CJ Chavda Join BJP : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે એક પછી એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળી રહ્યાં છે. વિજાપુરના ધારાસભ્ય (Vijapur Ex MLA) અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.જે. ચાવડાએ (CJ Chavda) રાજીનામું આપ્યા બાદ આજે ભાજપ સાથે જોડાઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં સારી એવી પકડ ધરાવતા ડો. સી.જે. ચાવડાએ 19 જાન્યુઆરીના રોજ કોંગ્રેસના ધારાસભ્ય (Congress Ex MLA) પદેથી રાજીનામું ધરી દીધુ હતુ. આજે તેઓ વિજાપુરામાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે. ચાવડા તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વિજાપુર ખાતે સી.જે .ચાવડા સાથે અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપમાં (BJP) વિધિવત પ્રવેશ કર્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોને ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, બહુચરાજી, ઊંઝા, કડીના ધારાસભ્યો, લોકસભા સાંસદ શારદાબેન પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સહિતના પાર્ટીના નેતાઓ હાજર રહ્યાં હતા.

કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે ચાલી શકતો નથી – સી.જે. ચાવડા

ભાજપમાં જોડાયા બાદ સી.જે. ચાવડાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેઓએ કહ્યું કે, મેં ધારાસભ્ય પદથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું અને મને જે કામગીરી આપવામાં આવશે તે કામગીરી કરીશ. મને ખ્યાલ છે કે, આ વિજાપુર તાલુકામાં કોને શું જોઈએ છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શક્તો નથી. કોંગ્રેસ સારી બાબતને વખાણી શકવાની ક્ષમતા ગુમાવી ચુકી છે. રામમંદિરનો વિરોધ કરવો કોંગ્રેસ માટે યોગ્ય નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કોણ છે સી.જે. ચાવડા?

ડો. સી.જે. ચાવડાની ગણતરી ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતામાં કરવામાં આવી હતી. તેઓ વિજાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યાં છે. તેઓ પ્રદેશ કોંગ્રેસમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે. તેઓએ 1989માં ગુજરાત યુનિવિર્સિટીમાંથી LLBનો અભ્યાસ કર્યો હતો. સી.જે. ચાવડા ડેપ્યુટી કલેક્ટર રહી ચૂક્યા છે.