ઇઝરાયેલની સેનાને એક વર્ષ પહેલા દક્ષિણ ઇઝરાયેલના શહેરો પર હુમલો કરવાના ઇસ્લામિક સશસ્ત્ર સંગઠનોના કાવતરાની ખબર પડી હતી, પરંતુ ઇઝરાયેલી સેનાએ

હમાસના હુમલાના પ્લાન અંગે Israelને એક વર્ષ પહેલા જ ખબર હતી, અમેરિકન અખબારનો દાવો

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Israel: ઇઝરાયેલની સેનાને એક વર્ષ પહેલા દક્ષિણ ઇઝરાયેલના શહેરો પર હુમલો કરવાના ઇસ્લામિક સશસ્ત્ર સંગઠનોના કાવતરાની ખબર પડી હતી, પરંતુ ઇઝરાયેલી સેનાએ તેને ગંભીરતાથી લીધી ન હતી. ઇઝરાયેલી સૈન્યએ ગુપ્તચર અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેનું વર્તમાન ધ્યાન આતંકવાદી સંગઠન હમાસના ખતરાને ખતમ કરવા પર છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઇઝરાયેલની સેનાને એક વર્ષ પહેલા દક્ષિણ ઇઝરાયેલના શહેરો પર હુમલો કરવાના ઇસ્લામિક સશસ્ત્ર સંગઠનોના કાવતરાની ખબર પડી હતી, પરંતુ ઇઝરાયેલી સેનાએ તેને ગંભીરતાથી લીધી ન હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારે પોતાના એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રિપોર્ટ અનુસાર, એવું માનવામાં આવતું હતું કે પેલેસ્ટિનિયન સંગઠનો ઇઝરાયેલની ટેક્નોલોજી અને સૈન્ય અવરોધોને ઘૂસીને હુમલો કરવાની ક્ષમતા ધરાવતા નથી. એવું પણ માનવામાં આવતું હતું કે હમાસ, ઇસ્લામિક જેહાદ અથવા અન્ય કોઈપણ પેલેસ્ટિનિયન સંગઠનમાં ઇઝરાયેલની શક્તિને સીધો પડકારવાની હિંમત નથી.

આ પણ વાંચો: PM મોદીએ COP33ની કોન્ફરન્સ ભારતમાં યોજવા મૂક્યો પ્રસ્તાવ, LiFE આંદોલનને આપ્યું સમર્થન

રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલના અધિકારીઓને પેલેસ્ટિનિયન સંગઠનો દ્વારા ષડયંત્ર અંગે 40 પાનાનો ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. તેનું કોડ નેમ જેરીકો વોલ હતું. તે દક્ષિણના શહેરો અને નગરો પર હમાસના હુમલાની કલ્પના કરવામાં આવી હતી, પરંતુ અહેવાલમાં જે પ્રકારના હુમલાની કલ્પના કરવામાં આવી હતી તેની સરખામણીમાં, ઑક્ટોબર 7નો હુમલો અકલ્પનીય હતો.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.