AAP સાંસદ સંજય સિંહને મળ્યા જામીન, જાણો પંજાબના CMએ શું કહ્યું?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Liquor scam case : દિલ્હી લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે AAPના સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે મંગળવારે સંયજ સિંહને જામીન આપવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો – IPL 2024ના શેડ્યુલમાં થયો ફેરફાર

PIC – Social Media

Liquor scam case : દિલ્હી લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે AAPના સાંસદ સંજય સિંહ (Sanjay Singh)ને જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે મંગળવારે સંયજ સિંહને જામીન આપવાનો આદેશ કર્યો છે. સંજય સિંહ છ મહિનાથી જેલમાં હતા. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે જો આ કેસમાં AAP નેતાને જામીન આપવામાં આવે તો તેને કોઈ વાંધો નથી.

સંજય સિંહને જામીન મળતા પંજાબના મુખ્યમંત્રીએ ટ્વીટ કરી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેઓએ કહ્યું કે સત્યની હંમેશા જીત થાય છે. સંજય સિંહને જામની મળી ગયા… સત્યને દફનાવી શકાય પણ સત્ય ક્યારેય મરતુ નથી. ઇંકલાબ જિંતાબાદ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બીજી તરફ પંજાબ સરકારના નાણામંત્રી હરપાલ સિંહ કી ચીમાએ પણ સંજય સિંહની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી છે. તેણે માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો – તેણે ટ્વીટ પણ કર્યું અને લખ્યું – સત્યને હરાવી શકાય નહીં.

4 ઓક્ટોબરે થઈ હતી ધરપકડ

છેલ્લી સુનાવણીમાં સંજય સિંહ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના મુખ્ય સાક્ષી દિનેશ અરોરાએ તેમના અગાઉના નવ નિવેદનોમાં સંજય સિંહનું નામ લીધું નથી. સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે મંજૂરી આપનારની જુબાની જ્યાં સુધી તેની પુષ્ટિ ન થાય ત્યાં સુધી વિશ્વસનીય નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સંજય સિંહે ED સામે (બદનક્ષી) ફરિયાદ દાખલ કરી અને પછી EDએ 4 ઑક્ટોબર, 2023ના રોજ કોઈ પણ સમન્સ વિના તેમની ધરપકડ કરી. હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીએ સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી. પરંતુ ટ્રાયલ કોર્ટને સુનાવણી શરૂ થતા તેમાં ઝડપ લાવવા નિર્દેશ આપ્યો હતો. સિંહ દિલ્હીથી રાજ્યસભા માટે ફરી પસંદ કરવામાં આવ્યાં છે.