ગુજરાતને ડરાવી રહ્યાં છે હાર્ટએટેકના કેસ; રાજ્યમાં એકસાથે ત્રણ યુવકોના મોત

ખબરી ગુજરાત ગુજરાત

તુંવર મુજાહિદ; ખબરી મીડિયા:

રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના ઘટનાઓ વધી રહી છે. આજે રાજ્યમાં ત્રણ યુવકોએ હાર્ટ એટેકેના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ગીર સોમનાથ, રાજકોટ અને પ્રાતિંજમાં યુવાકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. આમ એક જ દિવસે ત્રણ યુવકોના હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ડરનો માહોલ પણ ઉભો થયો છે.

કોવિડ પછી હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં ખુબ જ મોટો ઉછાળો આવતા તબીબો સહિત નિષ્ણાંતો પણ ચિંતિત છે. ઉલ્લેખનિય છે કે યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. જે અકાળે યુવકોને મોતના મુખમાં ધકેલી રહ્યું હોવાથી પરિવારોમાં ડરનો માહોલ પણ બની રહ્યો છે.

આ પણ વાંચો- હવે મુકાણો છે માનવતા પર પ્રશ્ન

અહેવાલ પ્રમાણે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે. શહેરમાં આવેલા નવાગામ આણંદપર ગામના વિપુલ રતિલાલ નામના 32 વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું છે. રાજકોટમાં છેલ્લા 8 દિવસથી દરરોજ એક-બે યુવાનના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ રહ્યા છે જે ચિંતાજનક વિષય બની બેઠો છે. આ અંગે સરકાર પણ પગલા ભરી રહી છે. પરંતુ અચાનક વધેલા હાર્ટ એટેકના કેસોનો હજું સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

રાજ્યના પ્રાંતિજ તાલુકાના સાંપડમાંથી પણ એક ઘટના સામે આવી છે. જેમાં 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, ખેત મજુરી કરનારા વિષ્ણુભાઇ રાવળની ઘરમાં જ અચાનક તબિયત લથડી હતી અને ઘરમાં જ મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે સારવાર મળે તે પહેલાં જ મોત થતા પરીવાર શોકમાં ગરકાવ થયા હતા.

આ પણ વાંચો- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેને કેમ ધર્યું રાજીનામું?

ગીર સોમનાથના ઉનાનાં હજરતશાહ બાબાન દરગાહ પાસે રહેતાં અને વીડિયો શૂટિંગનું કામ કરતા 32 વર્ષિય મુસ્લિમ યુવાન મુંજાવર રમીજબાપુ નજીરમીયાનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતુ.

રમીજ ગીરગઢડાનાં ખીલાવડગામે લગ્ન પ્રસંગે વીડિયો શૂટિંગ માટે ગયો હતો. આ શૂટિંગ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક ઉના લાવવામાં આવ્યો હતો. જોકે તબીબી સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું અને તબીબોએ મૃત જાહેર કરતાં પરીવારજનોમાં આંક્રદનો માહોલ છવાઇ ગયો છે.

આ પણ વાંચો- વધુ એક નકલી અધિકારીની વડોદરામાંથી ધરપકડ; કહેતો કે હું તો PMનો….