કરોડોની સંપતિના માલિક છે મોહમ્મદ શમી, જાણો કેટલી છે નેટવર્થ

ખબરી ગુજરાત રમતગમત

Jagdish, Khabri Media Gujarat

Mohammed Shami Net Worth : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. વર્લ્ડ કપમાં પોતાની ધારદાર બોલિંગના પ્રતાપે તેઓ વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા હતા. ભારત તરફથી વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં પણ મોહમ્મદ શમીનું જ નામ મોખરે છે. ત્યારે હાલ સૌકોઈ મોહમ્મદ શમીના જીવન અને લાઈફસ્ટાઈલ વિશે જાણવા માંગે છે. તો આવો જાણીએ કે ભારતના આ ઝડપી બોલરના શોખ અને તેની નેટવર્થ (Net Worth) વિશે.

આ પણ વાંચો : જો ડીપ ફેક પર નહિ મૂકે લગામ તો થશે આ સજા

PIC- Socail Media

કેટલી છે શમીની વાર્ષિક આવક

ભારતીય ટીમને વર્લ્ડકપની ફાઈનલ સુધી પહોંચાડવામાં મોહમ્મદ શમીએ મહત્વની ભુમિકા ભજવી છે. શામીએ 7 ઈનિંગમાં 24 વિકેટ લઈને વિશ્વ કપમાં લિડિંગ વિકેટ ટેકર રહ્યો હતો. શમી હંમેશા પોતાના અંગત જીવનને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહ્યો છે. મોહમ્મદ શમી હંમેશા સોશિયલ મીડિયા પર લક્ઝરી કારો સાથેના ફોટાઓ શેઅર કરતા રહે છે. વેબસાઈટ સીએનોલેજ ડોટ કોમ અનુસાર મોહમ્મદ શમીની નેટવર્થ આશરે 55 કરોડ રૂપિયા છે. જે 2022માં 45 કરોડ રૂપિયાની આસપાસ હતી. શમીની વાર્ષિક આવક 8 કરોડથી વધુ છે.

BCCIનો A ગ્રેડ પ્લેયર છે શમી

મોહમ્મદ શમીનું ઘર દિલ્હીથી આશરે 160 કિમી દૂર અમરોહાના સહસપુર ગામમાં આવેલું છે. શમી ફાર્મહાઉસના ખુબ શોખીન છે. શમી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અવારનવાર પોતાના ફાર્મહાઉસના ફોટાઓ શેઅર કરતા રહે છે. મોહમ્મદ શમીની કમાણીના મુખ્ય સ્ત્રોત જાહેરાત અને આઈપીએલ છે. શમી આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ માટે રમે છે. વર્ષ 2023માં ગુજરાતે શમીને 6.25 કરોડમાં ખરીદ્યો હતો. શમી બીસીસીઆઈના એ ગ્રેડ પ્લેયર છે.

એક મેચના મળે છે આટલા રૂપિયા

મોહમ્મદ શમીને એક ટેસ્ટ રમવા માટે 15 લાખ, એક વન ડે રમવા માટે 6 લાખ અને એક ટી 20 મેચ રમવા માટે 3 લાખ રૂપિયા મળે છે. જ્યારે શમી એક જાહેરાત માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. મોહમ્મદ શમીને કારનો ખૂબ શોખ છે. તેની પાસે વીઆઈપી કારોનું મોટુ કલેક્શન છે. તેઓ પાસે ફોર્ચ્યુનર, બીએમડબ્લ્યુ 5 સિરીઝ અને ઓડી જેવી મોંઘીદાટ કાર છે. શમીના કેટલાક રૂપિયા રિયલ સ્ટેટમાં પણ લાગેલા છે.

આ પણ વાંચો : લીલી પરિક્રમામાં માનવભક્ષી દીપડાનો આતંક, બાળકીને ફાડી ખાધી

મોહમ્મદ શમી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લઈ રિકોર્ડ પોતાના નામે કર્યો છે. મોહમ્મદ શમીએ પોતાના કરિયરમાં આશરે 400 ઈન્ટરનેશન વિકેટ લીધી છે. જેમાં ટેસ્ટમાં 64 મેચમાં 229, 101 વનડેમાં 195 અને 23 T20માં 24 વિકેટ લીધી છે.