લાગ્યુ કે દુનિયામાં મારો સમય પૂરો થઈ ગયો – ઋષભ પંત

ખબરી ગુજરાત રમતગમત

Rishabh Pant Accident : ઋષભ પંત એક વર્ષ પહેલા ભયંકર અકસ્માતનો ભોગ બન્યાં હતા. પંત હાલ મેદાનમાં વાપસી માટે ભારે મહેનત કરી રહ્યાં છે. ત્યારે દુર્ઘટનાને યાદ કરતા અકસ્માત વિશે કહ્યું કે…

આ પણ વાંચો : કુતરા પાળવાનો શોખ હોય તો, વાંચો આ સમાચાર

PIC – Social Media

Rishabh Pant Accident : ક્રિકેટના મેદાનમાં પરત ફરવાની તૈયારી કરી રહેલા સ્ટાર બેટ્સમેન ઋષભ પંતે ડિસેમ્બર 2022માં થયેલા ભયાનક અકસ્માત વિશે જણાવ્યું હતુ. રિષભ પંત કહે છે, કે અકસ્માત એટલો ખતરનાક હતો કે તેને લાગ્યું કે આ દુનિયામાં તેનો સમય પૂરો થઈ ગયો છે. જોકે, રિષભ પંતે કબૂલ્યું હતું કે તેના બચ્યા પછી તે જાણતો હતો કે તેણે ક્રિકેટના મેદાનમાં પરત ફરવા માટે ઘણી મહેનત કરવી પડશે. ઋષભ પંતે ઘણી મહેનત કરી છે અને હવે તે ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ડૉક્ટરોએ પંતને કહ્યું કે તેને મેદાનમાં પાછા ફરવામાં 16 થી 18 મહિનાનો સમય લાગી શકે છે. રિષભ પંતે કહ્યું, “મારા જીવનમાં પહેલીવાર મને લાગ્યું કે આ દુનિયામાં મારો સમય પૂરો થઈ ગયો છે. અકસ્માત દરમિયાન હું જાણતો હતો કે મુશ્કેલી કેટલી મોટી હતી. પરંતુ હું નસીબદાર હતો કારણ કે અકસ્માત વધુ ગંભીર હતો. મને લાગ્યું કે કોઈએ મારો જીવ બચાવ્યો છે. મેં ડૉક્ટરોને પૂછ્યું કે મને પાછા ફરવામાં કેટલો સમય લાગશે. તેણે કહ્યું કે પુનરાગમન કરવામાં 16 થી 18 મહિનાનો સમય લાગશે. હું જાણતો હતો કે રિકવરી માટે મારે સખત મહેનત કરવી પડશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

આપને જણાવી દઈએ કે ઋષભ પંત માર્ચમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન દ્વારા મેદાનમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે સ્પષ્ટ કર્યું છે કે ઋષભ પંત IPLની 17મી સિઝનમાં ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. જો કે, ઋષભ પંત વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકશે કે કેમ તેનો જવાબ હજુ મળ્યો નથી.

આ પણ વાંચો : Business Idea: આ ધંધામાં નહિ આવે ક્યારેય મંદી

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંતની ખોટ અનુભવી રહી છે. વિકેટકીપિંગ ઉપરાંત રિષભ પંત બેટ સાથે પણ કમાલ કરી શકે છે. પંતની ગેરહાજરીમાં કેએસ ભરતને તક આપવામાં આવી રહી છે. પરંતુ ભરતની બેટિંગ પંત જેવો પ્રભાવ પાડી શકી નથી.