ટીમ ઈન્ડિયાના સપોર્ટમાં ઉતર્યાં બોલિવુડ સ્ટાર્સ, જુઓ શું કહ્યું?

ખબરી ગુજરાત મનોરંજન

Jagdish, Khabri Media Gujarat

Bollywood Stars Support Team India : વર્લ્ડ કપ ફાઈનલ (World Cup Final)માં હારનો સામનો કર્યા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ફોટાઓ અને વિડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેમાં ફેન્સ ખેલાડીઓની મહેનતના વખાણ કરી રહ્યાં છે. તો કેટલા ફેન્સ હાર પર પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે. ખેલાડીઓની નિંદા કરનાર પણ કેટલાક લોકો છે. જો કે આ દરમિયાન કાજોલ (Kajol), અભિષેક બચ્ચન (Abhishek) અને વિવેક ઓબેરોય (Vivek Oberoi) ઈન્ડિયન ટીમના સપોર્ટમાં આવ્યાં છે.

આ પણ વાંચો : India VS Australia T20: આ દિવસે રાયપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે

Insta story – Kajol

આઈસીસી વર્લ્ડ કપ 2023 (ICC World Cup 2023) ની ફાઈનલ તમામ ભારતીયો માટે હાર્ટ બ્રેકિંગ રહી. ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs Aus) વચ્ચે રમાયેલી ફાયનલમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. એટલુ જ નહિ સતત 10 મેચ જિત્યા બાદ ટીમ વર્લ્ડ કપથી એક કદમ દૂર રહી ગઈ હતી. ત્યારે દેશભરમાં લોકો ભારતીય ટીમની હારથી ભારે નિરાશ છે. પરંતું બોલિવુડ સ્લેબ્સ હાર બાદ પણ કેપ્ટન રોહિત શર્મા તેમજ અન્ય ખેલાડીઓને સપોર્ટ કરી રહ્યાં છે.

જાણો એક્ટ્રેસ કાજોલે શું કહ્યું?

ભારતીય ટીમની હાર બાદ ટીમની હિમ્મત વધારતા, કાજોલે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી ફોટો શેઅર કરતા લખ્યું. “હારકર જિતને વાલે બાજીગર કહતે હૈ, ટિમ ઈન્ડિયા તુમને બહુત અચ્છા ખેલા, ઓસ્ટ્રેલિયા કો એક ઔર વર્લ્ડ કપ જિતને કી બધાઈ.”

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા નહીં પણ ટીમ ભારત ખરી વર્લ્ડ કપ ચેમ્પિયન

અભિષેક અને વિવેકે ટ્વિટ કરી ટીમ ઈન્ડિયાને કર્યો સપોર્ટ

અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું કહ્યું કે, “જોરદાર મહેનત કર્યા બાદ એક કારમી હાર જોઈ, આજે ઈન્ડિયન ટીમના ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કર્યું. પોતાનું શિશ ઊંચુ રાખો અને આ સફર માટે તમારો આભાર.” જ્યારે વિવેક ઓબેરોયે ટ્વિટ કરતા લખ્યું કે, “મારુ દિલ તુટ્યુ છે. પણ ભારતીય ટીમે આખી ટૂર્નામેન્ટમાં કમાલનું પ્રદર્શન કર્યું. આજનો દિવસ આપણા માટે મોટી જિતનો હોત, છત્તા પણ અમને અમારા બ્લ્યુ જર્સીના ખેલાડીઓ પર ગર્વ છે. આગામી વર્લ્ડ કપ અમારો હશે.”