ભારતીય ઇકોનોમીને લઈને મોટી આગાહી; ચાર વર્ષ પછી વિશ્વમાં વાગશે ભારતનો ડંકો

ખબરી ગુજરાત ગુજરાત

તુંવર મુજાહિદ; અમદાવાદ

એશિયા પેસિફિક ઈક્વિટી રિસર્ચના ડિરેક્ટર જેમ્સ સુલિવાએ દાવો કર્યો છે કે, ભારતીય ઇકોનોમી આવનારા સમયમાં ઝડપથી પ્રગતિ કરશે. જે.પી.મોર્ગને કહ્યું છે કે, ભારત 2027 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.

આ મામલે માહિતી આપતાં જેમ્સ સુલિવાને દાવો કર્યો હતો કે ભારતીય અર્થતંત્ર 2030 સુધીમાં સાત લાખ કરોડનું થઈ જશે. તેમણે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતીય અર્થતંત્રના નિકાસમાં ઝડપી વધારો થશે.

આ પણ વાંચો-DIWALI GIFT FOR FARMERS: ખેડૂતો ને મળી મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે લાણી

હાલમાં ભારતનો નિકાસનો આંકડો 500 અબજ ડૉલરથી ઓછો છે અને તે એક લાખ કરોડ સુધી પહોંચશે તેવું અનુમાન છે. ભારતના જીડીપીનો આકાર વધવામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો સૌથી મોટો હાથ હશે. હાલમાં ભારતના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગની ભાગીદારી 17 ટકા છે જે 25 ટકા સુધી પહોંચી શકે છે.

જેમ્સ સુલિવાને કહ્યું કે અનેક વસ્તુઓ લાંબાગાળા માટે ભારતના મજબૂત થવાના સંકેત આપી રહી છે. ભારતીય અર્થતંત્રના ઓવરઓલ સ્ટ્રક્ચરમાં મોટું પરિવર્તન થશે. એવામાં અનેક સેક્ટર માટે ઘણી તકો હશે. અમારું માનવું છે કે ભારત મજબૂત બજાર હશે. આ મહિનાની શરૂઆતમાં બાર્કલેજે કહ્યું હતું કે ભારત ગ્લોબલ ગ્રોથનું એન્જિન બનવા માગતું હોય તો તેણે વાર્ષિક આઠ ટકાના દરે વૃદ્ધિ કરવી પડશે અને તો જ તે ચીનને પછાડીને આગળ નીકળી શકશે.

આ પણ વાંચો- રાજ્યમાં હાર્ટ એટેકેથી એક સાથે ચાર યુવાઓના મોતથી હડકંપ