ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાવ, આ રાજ્યોમાં હિટવેવની ચેતવણી

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

IMD Weather Update : હિટવેવની ચેતવણી ત્યારે જ આપવામાં આવે છે કે જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી કે તેનાથી વધુ હોય. પર્વતીય વિસ્તારોમાં તપમાન 30 ડિગ્રી કે તેનાથી વધુ હોય ત્યારે હિટવેવની સ્થિતિ પેદા થાય છે.

આ પણ વાંચો – WhatsAppમાં મળશે શાનદાર ફિચર, જાણો શું છે ખાસિયત

PIC – Social Media

IMD Weather Update : ભારતીય મોસમ વિભાગે 20 એપ્રિલ સુધી ઘણાં રાજ્યો માટે હિટવેવ એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડી એ કહ્યું કે આ આખા અઠવાડિયામાં તાપમાન ખૂબ વધારે વધશે. જેના લીધે ભયંકર ગરમી પડશે. લોકોને સલાહ આપવામાં આવી છે કે જરૂરી કામ હોય તો જ ઘરની બાહર નીકળવું. જો કે, કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે તો બીજી બાજુ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડની ચેતવણી આપવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આઈએમડીએ કહ્યું કે આગામી પાંચ દિવસોમાં ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, કોંકણ, ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છ, આંધ્ર પ્રદેશનો કાંઠા વિસ્તાર અને તેલંગાણાના કેટલા વિસ્તારમાં હિટવેવની સંભાવના છે. મોસમ વિભાગ તરફથી લોકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ ગરમીથી બચવા માટે વધુ પાણી પીવાનું રાખે, સુતરાઉ કપડા પહેરવા જોઈએ, માથાને ઢાંકીને જ ઘરની બાહર નીકળવુ જોઈએ.

ક્યા રાજ્યોમાં ક્યારે હિટવેવ સ્થિતિ

મૌસમ વિભાગ અનુસાર 16-20 એપ્રિલ દરમિયાન ઓરિસ્સા, પશ્ચિમ બંગાળના અલગ અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે. મંગળવાર-બુધવાર દરમિયાન ઉત્તર કોંકણ, સૌરાષ્ટ્ર અને કચ્છ, બુધવાર- ગુરુવારે આંધ્ર પ્રદેશ તેમજ મંગળવાર – ગુરુવાર દરમિયાન તેલંગાણામાં હિટવેવની અસર જોવા મળશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ રાજ્યોમાં વરસાદની આગાહી

દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં હિટવેવની સ્થિતિ છે તો બીજી બાજુ ઉત્તરના રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડી દ્વારા 18 થી 20 એપ્રિલ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં વાવાઝોડા, વિજળી અને ભારે પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડીનું અનુમાન છે કે 17 એપ્રિલે દિલ્હી-એનસીઆરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને ઠંડા પવન ફૂંકાશે.