Elvish Yadav Case : શા માટે કરાઈ પોલીસ ઈન્ચાર્જ પર કાર્યવાહી?

ખબરી ગુજરાત મનોરંજન રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat :

Elvish Yadav Case : બિગ બોસ ઓટીટી 2ના વિજેતા અને જાણતાં યુટ્યુબર એલ્વિશ યાદવ હાલ ખૂબ ચર્ચામાં છે. એક સાપ સાથેનો વિડિયો સામે આવ્યાં બાદ તેના પર વિવાદ શરૂ થયો છે. નોઇડામાં તેના વિરુદ્ધ કેસમા પણ દાખલ કરવામાં આવ્યો છે. પરંતું હવે સાપ વાળા કેસમાં એલ્વિશ યાદવનુ નામ ચડાવનાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર મોટી કાર્યવાહી થઈ છે. આ કેસમાં નોઇડા સેક્ટર 49 પોલીસ સ્ટેશન ઈનચાર્જ પર કાર્યવાહી કરવામાં આવી છે. એડિશનલ કમિશ્નર, આનંદ કુલકર્ણીએ જણાવ્યું, કે વધતા અપરાધો પર અંકુશ લગાવામાં અને વિશ્લેષણમાં બેદરકારીને લઈ પોલીસ સ્ટેશન ઈનચાર્જ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Karnataka Politics: શું કર્ણાટકમાં પણ મહારાષ્ટ્રવાળી થશે?

PIC – Social Media

આનંદ કુલકર્ણીએ જણાવ્યું, કે કોટા પોલીસ દ્વારા નોઇડા પોલીસનો સંપર્ક કરી એલ્વિશ યાદવને પકડાવાની વાત કરી હતી. જવાબમાં નોઇડા પોલીસે કહ્યું, કે આ કેસમાં તપાસ ચાલી રહી છે. તપાસ બાદ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ ત્યાંની પોલીસે એલ્વિશને જવા દીધો હતો. એલ્વિશને પોલીસે હજુ ક્લિન ચિટ નથી આપી કે આરોપી પણ બનાવ્યો નથી. તેને નોઇડા પોલીસના કહેવા પર છોડ્યો તે કહેવું નિરાધાર કહી શકાચ. કેસની તપાસ બાદ આગળની કાર્યવાહી થશે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

મહત્વનું છે, કે જે સાપ સાથે એલ્વિશ યાદવ વિડિયોમાં દેખાય છે તે સાપ ભારતમાં પ્રતિબંધિત છે, તેવું જણાવાય રહ્યું છે. પીપલ ફોર એનિમલ નામની સંસ્થાએ ઓક્ટોબરમાં ગુરુગ્રામ પોલીસમાં એલ્વિશ યાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. નોઇડામાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી અને એક એફઆઈઆર પણ પોલીસે દાખલ કરી. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરતા સાપના ઝેરના ઉપયોગ કરવાના આરોપમાં 5 લોકોની ધરપકડ કરી. જો કે, એલ્વિશ યાદવે પોતે સામે આવીને વાયરલ વિડિયોને લઈ સ્પષ્ટતા આપી હતી. સાથે જ તેણે એનજીઓ પર કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી.

આ પણ વાંચો : કેજરીવાલ સરકારની દિવાળી ભેટ, આપશે 80 હજાર કર્મચારીઓને બોનસ

PIC – Social Media

એલ્વિશે વિડિયો દ્વારા સ્પષ્ટતા આપતા કહ્યું હતુ, કે આ કેસમાં તેની કોઈ ભુમિકા નથી. એલ્વિશ યાદવ પર આરોપ લાગ્યાં હતા કે તે સાપનું ઝેર સપ્લાય કરવામાં સામેલ છે. પરંતું એલ્વિશ યાદવે સામે આવીને કહ્યું, કે “હું જોઈ રહ્યો છું, કે મારા વિરુદ્ધ કેવા કેવા સમાચાર ચાલી રહ્યાં છે. મારા પર લાગેલા તમામ આરોપ ખોટા છે. હું યુપી પોલીસને પૂરો સહિયોગ આપવા તૈયાર છું. સાથે સાથે એલ્વિશ યાદવે સીએમ યોગીને પણ અપીલ કરી કે તે આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરાવે.”

આ પણ વાંચો : Anand : કારે એક્ટિવાને મારી જોરદાર ટક્કર, હવામાં ફંગોળાયો પરિવાર

જો કે, હાલ આ મામલે પોલીસ એલ્વિશ યાદવની ભુમિકાની તપાસ કરી કરશે.

પોલીસ અનુસાર, ઘટના દરમિયાન એલ્વિશ યાદવ નોઇડાની બેન્ક્વેટ હોલમાં ઉપસ્થિત હતો. અધિકારીએ કહ્યું, કે પોલીસ પુરાવા ભેગા કરી રહી છે અને આ મામલે એલ્વિશની ભૂમિકાની તપાસ કરશે. ત્યાર બાદ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પીએફએના પશુ કલ્યાણ અધિકારી ગૌરવ ગુપ્તાની ફરિયાદ બાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા અંતર્ગત યાદવ અને પાંચ અન્ય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.