આ વાત વાંચી ને તમને રડું આવી જશે

અજબ ગજબ ખબરી ગુજરાત ટચૂકડી વાત ધર્મ

Shivangee R Khabri media Gujarat

શું તમે ક્યારેય કોઈ ને વચન આપ્યું છે? શું ક્યારેય એવું બન્યું છે કે અંત સમયે વચન આપીને કારણસર તમે વિસરી ગયા છો? જો હા! તો આ વાર્તા અંત સુધી અચૂક વાંચો.

ડિસેમ્બર નો મહિનો. કાળઝાળ ઠંડી અને અમાવાસની કાળી રાત. રામપુર નામનું ગામ છે. ગામમાં એક સ્ત્રી દિવસે એકલી રહે છે નામ પ્રભા બહેન. ઝૂંપડી જેવું ઘર પણ મનથી મગદૂર અને તનથી તંદુરસ્ત. દીકરો બહારગામ રીક્ષા ચલાવે અને તે પૈસાથી માજીનું ઘર ચાલે. માજી પાસે એક જ રજાઈ છે. માજીનો દીકરો સુવે ત્યારે એ રજાઈ એના દીકરાને ઓઢાડી પછી પોતે પોતાના આંગણામાં પોતાના ખાટલે સુઈ જાય. પ્રભા બહેનના ઘરની બાજુમાં ગામના શ્રીમંતનું મકાન છે. તેમના શેઠાણી એટલે કે ઉમા બહેન! ઉમા બહેન તો જીવદયાની જીવતી જાગતી મૂર્તિ છે. મર ને મર પણ ના બોલી શકે એવા કોમળ હૃદય વાળા.ગામના છોકરાઓ ઉમા બહેનને મધર ટેરેસા કાકી થી બિરદાવે. ઉમા બહેન જયારે પોતાના આંગણામાં લાકડાને સળગાવીને શરીર શેકતા હોય છે ત્યારે પ્રભા બહેન પહેરેલ કપડે કશું ઓઢ્યા વિના આરામથી સુતા હોય છે. આ દ્રશ્ય દરરોજ ઉમા બહેન જોવે. એક દિવસ ઉમા બહેન પ્રભા બહેનના ઘરે જાય છે.

અને સમય બરબાદ કર્યા વગર ઉમા બહેનને પૂછ્યું “બાઈ હું ઘણા સમયથી તમને જોવું છું. બહેન તમને ઠંડી નથી પડતી? પાણી પણ બરફ થઇ જાય છે તમારું શરીર અકળાઈ નથી જાતું?”

પ્રભા બહેન એ કહ્યું ” બહેન, જયારે તમે તમારા આંગણામાં તાપણું કરો છો એ અગ્નિથી મારા શરીરને તાપ મળે છે.”

એટલું કહીને પ્રભા બહેન પોતાના કામે લાગી ગયા. વિસ્મય ભરી નજરે થોડો સમય પ્રભા બહેન ને જોતા જ રહી ગયા.

ઉમા બહેને પૂછ્યું “તમે શું કહેવા માંગો છો હું નથી સમજી શકતી.”

પ્રભા બહેને કહ્યું “મારા પાસે એક જ રજાઈ છે મારો દીકરો સુઈ જાય એટલે હું તેને ઓઢાડી દઉં છું.” મને રજાઈની જરૂરત નથી. મને ઠંડી નથી પડતી.

ઉમા બહેન કહે “બહેન હું તમારા માટે આજે રાત્રે રજાઈ તમારા ઘરે આપી જઈશ”

પ્રભા બહેન એ આશીર્વાદ આપતા કહ્યું “બહેન, તમારો ખુબ ખુબ અભિનંદન.”

હળવું સ્મિત રેલાવીને પ્રભા બહેને રસોઈનું આંધણ મૂક્યું અને ઉમા બહેન પોતાના ઘરે રવાના થયા.

ઘરે પહોંચી ઉમા બહેન પોતાના કામમાં લાગી ગયા. સાંજે ઉમા બહેનના ઘરે અણધાર્યા મહેમાન આવી પહોંચ્યા. વાતો વાતોમાં જાગરણ થઇ ગયું. વહેલી સવારે ૫ વાગ્યે ઉઠ્યા ત્યારે ઉમા બહેનને માજીને આપેલું વચન યાદ આવ્યું.

તે નવી નક્કોર રજાઈ લઇ ને ઉમા બહેનના ઘરે પહોંચી. ત્યાં જઈ જોયું તો પ્રભા બહેને પોતાનો દેહ ત્યાગી દીધો હતો.

ઉમા બહેને અશ્રુ ભરી નજરે પૂછ્યું “શું થયું માજી ને?”

તેના દીકરા એ કહ્યું કે “મારી માં ને ઠંડી પડતી હતી મારા પાસે એક જ રજાઈ છે. ઠંડી સહન ના થવાના કારણે મારી માતાનું સ્વર્ગવાસ થયું છે.”

પ્રભા બહેન ઉમા બહેનના નામે એક ચિટ્ઠી લખી હતી.

ઉમા બહેન,
બાઈ! જયારે મારા પાસે રજાઈ ના હતી ત્યારે મારી અંદર આ કાળઝાળ ઠંડી સહન કરવાની શક્તિ હતી. મને સહેજ પણ તકલીફ ના હતી. મને તમારા ઘરે સળગતા તાપણાંથી તાપ નથી મળતો પણ તે તાપણાં ને જોતા જોતા મને ક્યારે આંખ લાગી જાતી મને ખ્યાલ પણ ના રહેતો. પણ સવારે જયારે તમે મને વચન આપ્યું હતું કે તમે મને રજાઈ આપશો ત્યારે મારા અંદરની ઠંડી સહન કરવા માટે શક્તિ સમાપ્ત થઇ ગઈ હતી કારણ કે મને મનના ખૂણે ક્યાંક આશા હતી કે રાત્રે તમે રજાઈ આપવા આવશો અને તાપણું પણ કરશો. રાત્રે તમે રજાઈ દેવા પણ ના આવ્યા જયારે મને ખુબ ઠંડી લાગી રહી છે. શરીર હિમ માફક જામી રહ્યું છે કારણકે હું રજાઈની આસ લઈને રાતવાસો કરતી હતી.

અત્યંત ભાવુક બનીને કોઈને એવા વેણ અને વચનો ના આપો જયારે તમે એ વચનોને પૂર્ણ ના કરી શકતા હોવ. તમારા માટે એ વચનો માત્ર બોલાયેલા બે શબ્દો છે પણ બીજી વ્યક્તિ માટે એ જીવન મારણની વાત હોઈ શકે છે. કોઈક ની આશા જોજો સાહેબ નિરાશામાં ના બદલી જાય.

જો મારી આ વાત ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં અમને જણાવો. આવજો!