Karnataka Politics: શું કર્ણાટકમાં પણ મહારાષ્ટ્રવાળી થશે?

ખબરી ગુજરાત રાજકારણ રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat:

Karnataka Politics: બીજેપી નેતા અને પૂર્વ ધારાસભ્ય મુરુગેશ નિરાનીના દાવાએ કર્ણાટકના રાજકારણમાં ફરી ખળભળાટ મચાવી દીધો છે. તેઓએ શનિવારે વિજયપુરામાં કહ્યું, કે ઓછામાં ઓછા 50 કોંગ્રેસ ધારાસભ્ય જલ્દી જ બીજેપીમાં જોડાશે. બીજેપી નેતાના આ નિવેદન પર ઉદ્યોગ મંત્રી એમબી પાટિલએ પણ પલટવાર કર્યો છે.

આ પણ વાંચો : કેજરીવાલ સરકારની દિવાળી ભેટ, આપશે 80 હજાર કર્મચારીઓને બોનસ

નિરાનીએ કહ્યું, “સત્તાધારી કોંગ્રેસમાં 4 જૂથ છે, જેમાંથી દરેક ડેપ્યુટી સીએમની માંગ કરી રહ્યાં છે. પ્રશાસન તરફથી એકજુટ થવાના પ્રયત્નો પણ નથી કરવામાં આવી રહ્યાં. વિકાસ કરવા માટે રૂપિયા નથી અને થોડા જ મહિનાઓમાં આ સરકાર જશે. આ વાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જાણે છે અને એટલા માટે તેઓ બીજેપીમાં જોડાવાના પ્રયત્નો કરી રહ્યાં છે.”

આ પણ વાંચો : Anand : કારે એક્ટિવાને મારી જોરદાર ટક્કર, હવામાં ફંગોળાયો પરિવાર

કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

મુરુગેશ નિરાનીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઉદ્યોગ મંત્રી એમબી પાટિલે કહ્યું, કે “જો બીજેપી એ કોંગ્રેસના એક પણ ધારાસભ્યને તોડવાનો પ્રયત્ન કર્યો તે કોંગ્રેસ પણ બીજેપીના ઓછામાં ઓછામાં 25 ધારાસભ્યોને તોડશે.” તેઓએ કહ્યું, કે “અમારી પાસે પહેલાથી 136 ધારાસભ્યો સાથે પૂર્ણ બહુમત છે. જો બીજેપી અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન કરશે, તો અમે પણ બીજેપીના 25 ધારાસભ્યોને અમારી પાર્ટીમાં જોડી દઈશું. એવામાં અમારી સંખ્યા 150 કે 160 સુધી પહોંચી જશે.”

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

આ પહેલા પણ બીજેપી નેતાએ કર્યો હતો દાવો

આ પહેલા બીજેપી નેતા રમેશ જારકીહોલીએ પણ મુરુગેશ નિરાનીની જેમ દાવો કર્યો હતો. તેઓએ કહ્યું હતું, કે સિદ્ધારમૈયા સરકારને બહારથી નહિ પણ પાર્ટીના અંદરથી જ ખતરો છે. તેઓએ દાવો કર્યો હતો, કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની સ્થિતિ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર જેવી જ થશે. ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર એન્ડ કંમની સરકાર પાડવા માટે જવાબદાર બનશે.