આ મિસાઈલના બે પ્રકાર છે. એક લેન્ડ એટેક મિસાઈલ છે અને બીજી એન્ટી શિપ મિસાઈલ છે. તે દુશ્મનની પકડમાં આવતું નથી. સાથે જ તેનો નિશાનો પણ સચોટ છે

Submarineથી છોડી શકાય તેવી DRDOએ બનાવી ઘાતક Missile, 400 કિલોમીટર દૂર સુધી કરી શકે છે પ્રહાર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Dinesh Rathod, Gujarat, Khabri media
Gujarat: DRDOએ સબમરીન (Submarine)થી છોડી શકાય તેવી ઘાતક મિસાઈલ (Missile) તૈયાર કરી છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ડીઆરડીઓએ તેનું ગુપ્ત પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ 402 કિલોમીટરના અંતરે લક્ષ્યને સફળતાપૂર્વક પ્રહાર કરી શકે છે. તેણે પરીક્ષણ દરમિયાન મિશન પૂર્ણ કર્યું હતું. તેને SLCM એટલે કે સબમરીન લોન્ચ ક્રુઝ મિસાઈલ પણ કહેવામાં આવે છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

જણાવવામાં આવ્યું છે કે તેની રેન્જ 500 કિલોમીટર સુધી વધારી શકાય છે.

આ મિસાઈલ 5.6 મીટર લાંબી છે, તેનો વ્યાસ 505 મિલીમીટર છે અને સ્પીડ 0.7 મેક એટલે કે 864 કિલોમીટર પ્રતિ કલાક છે. આ મિસાઈલ ટોર્પિડો ટ્યુબથી છોડવામાં આવી છે. વિશ્વની આ એકમાત્ર મિસાઈલ છે જેની રેન્જ 500 કિમી સુધી છે અને જે ટોર્પિડો ટ્યુબથી છોડી શકાય છે.

આ મિસાઈલના બે પ્રકાર છે, એક લેન્ડ એટેક મિસાઈલ છે અને બીજી એન્ટી શિપ મિસાઈલ છે. તે દુશ્મનની પકડમાં પણ આવતું નથી. સાથે જ તેનો નિશાનો પણ સચોટ છે.

આ પણ વાંચો: તેલંગાણા: નિર્માણાધીન સ્ટેડિયમની છત પડી, 3ના મોત 10 ઘાયલ

ભારત પાસે હાલમાં એક પરમાણુ સબમરીન અને લગભગ 16 સામાન્ય સબમરીન છે. હવે દુશ્મનો દરિયા દ્વારા કંઈ પણ કરતા પહેલા વિચારશે. કારણ કે હવે ભારત પાસે ખતરનાક સબમરીન લોંચિંગ મિસાઈલ પણ છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.