બાળકોના કાનના મશીનને લઈ ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ખબરી ગુજરાત ગુજરાત

Free Cochlear Implant Surgery: બાળ આરોગ્યને ધ્યાનમાં લેતા ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્યણ લેવામાં આવ્યો છે. બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ 50 ટકા પ્રમાણે આપવાના થતા ફાળા ને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર 10% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો – લોકસભાની ચૂંટણીમાં ગુજરાતી ક્રિકેટરની એન્ટ્રી, આ પાર્ટીએ આપી ટિકિટ

PIC – Social Media

Free Cochlear Implant Surgery : મુખ્યમંત્રીએ રાજયમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેવા બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ 50 ટકા પ્રમાણે આપવાના થતા ફાળા ને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર 10% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે.જેથી વાલીઓ બાળકને અગાઉ આપવામાં આવેલ કોકલીયર મશીનની કાળજી વ્યવસ્થિત લેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

એટલું જ નહિ જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે તેમાંથી ચાર લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એક વાર કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી 10 ટકા ફાળો લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

શાળા આરોગ્ય કાર્યક્રમ

સુપર સ્પેશિયાલીટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા 3 આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનુ જવા આવવાનું મુસાફરી ભથ્થુ એસ.ટી.ના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો છે. રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલિયર ઇમ્પલાંટ ઓપરેશનનો અંદાજિત ખર્ચ 7 લાખ રૂપિયા જેટલો થાય છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 3061 કોકલિયર ઇમ્પલાંટ ઓપરેશન માટે 214 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બાળઆરોગ્ય હિત લક્ષી નિર્ણય

રાજ્યમાં હાલ લગભગ 200 બાળકોને કોકલિયર ઇમ્પલાંટ પ્રોસેસર ની જરૂરિયાત છે. આવા એક પ્રોસેસર ની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા થાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ બાળઆરોગ્ય હિત લક્ષી નિર્ણયને પરિણામે આવા બાળકોને માત્ર 10 ટકા ફાળામાં આ કોકલિયર ઇમ્પલાંટ પ્રોસેસરનો સેવા લાભ મળતો થશે.